મહેસાણાના નંદાસણ હાઈવે પર રાજસ્થાન જતી લકઝરી બસ પલટી ખાંતા બેનાં મોત, 10ને ઈજા
મહેસાણાઃ અમદાવાદ-મહેસાણા-બનાસકાંઠાથી રાજસ્થાન જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતો વધતા જાય છે. ખાસ કરીને રાતના સમયે પૂરફાટ જતાં વાહનોને કારણે અકસ્માતો વધી રહ્યા છે. ગત મોડી રાત્રે નંદાસણ પાસે પૂરફાટ ઝડપે આવતી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ પસટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત મહિવાનું મોત નિપજ્યા હતું. જ્યારે 10 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, મહેસાણા જિલ્લાના નંદાસણ પાસે મોડી રાત્રે 3 કલાકે એક લકઝરી બસ રોડ પર એકાએક પલટી મારી ગઈ હતી.જેમાં મધરાતે અકસ્માત સર્જાતા મુસાફરોની કીકીયરીઓથી આસપાસના લોકો દોડી આવતા બસમાં સવાર લોકોને બહાર કાઢી રોડ પર બેસાડયા હતાં.સમગ્ર ઘટના મોડી રાત્રે બનતા સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. નંદાસણ પાસે મોડી રાત્રે 3 કલાકે સુરત થી જોધપુર જતી રાજસ્થાન પાસિંગની લકઝરી બસ એકાએક રોડ પર પલટી મારી ગઈ હતી.જેમાં લકઝરી બસમાં સવાર લોકોને ઇજાઓ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસના કહેવા મુજબ આ અકસ્માત રાત્રે 3 કલાકે નંદાસણ પાસે બન્યો હતો. જેમાં 10 મુસાફરોને ઇજા થઈ છે. અને એક મહિલા અને એક બાળક નું મોત થયું છે રાત્રે ઇજાગ્રસ્ત ને કલોલ અને ગાંધીનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.હાલ તપાસ ચાલુ છે.