અમદાવાદઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધાતા જાય છે. જેમાં થરાદના સિધોતરા પાટિયા નજીક હાઈવે પર ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં થરાદ પોલીસનો કાફલો દાડી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા બન્ને યુવાનો થરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રેકટરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં થરાદ ધાનેરા હાઇવે પર સિધોતરા પાટિયા નજીક મોડીરાત્રે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. થરાદના થરા ગામના પુનમાભાઇ હરાજી પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ ગઈકાલ તા.18/06/2024ના રોજ રમેશભાઈ નાથાભાઇ પટેલ અને ઈશ્વરભાઈ મકનાભાઈ પટેલ બંને જણા ધાનેરાથી સેન્ટ્રો કાર લઈને આવતાં હતા. ત્યારે સિધોતરા પાટીયા નજીક ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાતા બન્નેના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો દોડી ગયા હતા. રમેશભાઇ નાથાભાઈની સેન્ટ્રો કારને ટ્રેક્ટરના ચાલકે સામેથી ટક્કર મારી હતી. જેથી તેમનાં ભત્રીજા રમેશભાઈની સેન્ટ્રો ગાડીમાં રમેશભાઈ નાથાભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ મકનાભાઈ પટેલ બંને જણાઓ બેઠેલા હતા. કારને ટક્કર મારતાં બંને જણાનું મોત નીપજ્યું હતું. જેમાં ઇશ્વરભાઈ મકનાભાઇ પટેલને 108માં ધાનેરાથી પાલનપુર લઈને જતાં હતા. તે દરમિયાન ૨સ્તામાં મરણ ગયા હતા. રમેશભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદ ખાતે લાવ્યા હતા. ઇશ્વરભાઈની લાશને પીએમ માટે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.