Site icon Revoi.in

ભાવનગરના તણસા ગામ પાસે પુરફાટ ઝડપે કાર પલટી જતાં બેનાં મોત, માતા-પૂત્રને ગંભીર ઈજા

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર તણસા ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. વેગનઆર કાર પૂર ઝડપે જઈ રહી હતી. ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈને રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.જયારે ગંભીર રીતે ઘવાયેલ માતા-પુત્રને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભરૂચ જિલ્લામાં રહેતો પરિવાર ભગુડા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તણસા ગામ પાસે પહોંચતા કાર ચાલકે અકસ્માતે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ રોડ સાઈડમાં આવેલા ખેતરમાં ખાબકી હતી. કારમાં સવાર યોગેશ અમરસંગ પરમાર તથા તેના પિતરાઈ ભાઈ ઉદેસંગ ભગવાનભાઈ પરમારને ગંભીર ઈજા થતા આ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા, જયાં ઉદેસંગભાઈના પુત્ર કૃણાલ તથા તેમના પત્ની છાયાબેનને ગંભીર ઈજા સાથે તત્કાળ સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચનો પરિવાર વેગનઆર કારમાં ભગુડા મોગલમાતાજીના દર્શન માટે આવ્યો હતો. દર્શન કરીને ભાવનગર રાજપરાના ખોડિયાર માતાજીના દર્શન માટે વેગરઆર કારમાં જઈ રહ્યા હતા. ત્યારે વેગન-આર કાર તણસા ગામ નજીક પહોંચતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ રોડ સાઈડમાં ઉતરીને  ખેતરમાં ખાબકી હતી, કારમાં સવાર યોગેશ અમરસંગ પરમાર તથા તેના પિતરાઈ ભાઈ ઉદેસંગ ભગવાનભાઈ પરમારના ઘટના સ્થળે મોત થયા હતા, જયાં ઉદેસંગ ભાઈના પુત્ર કૃણાલ તથા તેમના પત્ની છાયાબેનને ગંભીર ઈજા સાથે તત્કાળ સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.