Site icon Revoi.in

KKR ના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ – આજે કોલકાતા-બેંગલોર વચ્ચે અમદાવાદ ખાતે રમાનાર મેચ રદ કરાઈ

Social Share

દિલ્હીઃ- આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. કેકેઆર ટીએમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવતા આ નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે, વરુણ ચક્રવર્તી અને કેકેઆરના સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ખેલાડીઓ કોવિડ પોઝિટિવ મળ્યા પછી આ પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે મેચ રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન બીસીસીઆઇએ મજબૂત બાયો બબલના હવાલા આપ્યો હતો. આ અંતર્ગત અત્યાર સુધીમાં 29 મેચ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે. પરંતુ અમદાવાદમાં રમાનારી 30 મી મેચ રદ કરવામાં આવી છે. આ પહેલા અહેવાલ મળ્યા હતા કે બીસીસીઆઈએ કોરોનાકાળને ટાળવા માટે બાયો બબલને વધુ સખ્ત બનાવ્યો છે, પરંતુ તે પછી પણ ખેલાડીઓ  કોરોના સંક્રમિત થતા બચી શક્યા નહી

એવું કહેવામાં આવી રહ્યું  હતું કે ખેલાડીઓ માટે બહારથી આવતા ભોજન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બબલમાં રોકાયેલા ખેલાડીઓએ હોટલમાં ઉપલબ્ધ ખોરાક જ ખાવો પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના યુગમાં આઈપીએલના આચરણ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ આઈપીએલમાંથી પીછેહઠ કરી ચૂક્યા છે.

જોકે, બીસીસીઆઇએ સ્પષ્ટ કહ્યું હતું કે આઈપીએલ ચાલુ જ રહેશે. બીસીસીઆઈએ કહ્યું હતું કે ખેલાડીઓ માટે સલામત વાતાવરણ બનાવવામાં આવશે. આ વખતે કોરોનાને કારણે આઈપીએલ દેશના માત્ર છ શહેરોમાં યોજાઈ રહી છે. જેથી કરીને ખેલાડીઓએ વધુ મુસાફરી ન કરવી પડે.