Site icon Revoi.in

કોરોનાની વેક્સિનના ડોઝ માટે 23 કરોડ સિરિંઝનો બે મોટી કંપનીઓને ઓર્ડર અપાયો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે સારા સમાચાર છે કે કોરોનાની વેક્સિન આપવાની તૈયારીઓ હવે હાથ ધરવામાં આવી રહી છે, જો કે દેશની વસ્તીનું પ્રમાણ ખુબ વધુ છે જેને લઈને વેક્સિન આપવા માટેની સિરંઝ પણ મોટા પ્રમાણમાં પલબ્ધ હોય તે જરુરી છે.

કોરોનાની વેક્સિનને આપવા માટે જરુર પડતી સિરિંઝનો કેન્દ્ર સરકારે બે મોટી કંપનીઓને  ઓર્ડ આપ્યો છે, આ ઓર્ડર પ્રમાણે કુ 23 કરોડ સિરિંઝ બનાવવામાં આવશે, ઉલ્લેખનીય છે કે કોરોનાની વેક્સિનના પ્રત્યેક વ્યક્તિ દીઠ બે ડોઝ આપવાના હોય છે માટે સીરિઝ પુપરતા પ્રમાણમાં હોય તે ખુબ જરુરી છે. આ સાથે જ એક સિરિઝનો ઉપયોગ એક વ્યક્તિ માટે કરવાનો હોય છે તેથી કંપનીઓને આ માટે ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે.

હિન્દુસ્તાન સિરિંજ એન્ડ મેડિકલ ડિવાઇસીસ અને ઇસ્કોન સર્જિકલ્સને વેક્સિનના ડોઝ માટેની 23 કરોડ સિરિંઝ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાની માહિતી મળી આવી છે, સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધીમાં આ બંને કંપનીઓએ નવ કરોડ સિરિંઝ બનાવી લીધી છે

આ અગે કહેવાઈ રહ્યું છે કરે, આવાનાર વર્ષ 2021ના માર્ચ  મહિનાના અંત સુધીમાં 23 કરોડ સિરિંઝ તૈયાર થી ચૂકી હશે, આ બાબતે કેન્દ્રના આરોગ્ય ખાતાએ ગુરૂવારે રાજસ્થાનના જોધપુરમાં આવેલી ઇસ્કોન સર્જિકલ્સ અને ફરીદાબાદમાં આવેલી એચએમડીને તાત્કાલિક ઘઓરણે 7 કરોડ સિરિંઝને સરકારી ગોદાઉનમાં પહોંચડાના આદેશ આપ્યા છે.એચએમડીના જનરલ મેનેજરે આપેલી માહિતી પ્રમાણએ, તેઓને 17 કરોડ સિરિંઝ બનાવવાનો ઓર્ડર પ્રાપ્ત થયો હતો. એમાંથી સાત કરોડ સિરિંજ તૈયાર  છે.

સાહિન-