બે મિનિટ ॐ નમ: શીવાયનો જાપ કરવાથી તમારું આખું જીવન બદલાઈ જશે, જાણો નિયમો અને ફાયદા
- ॐ એ એક ચમત્કારિક શબ્દ છે
- ॐ ના જાપથી બદલાય જશે તમારું જીવન
- જાપ કરવાથી તમને થશે અલૌકિક અનુભૂતિ
તમને જાણીને નવાઈ લાગશે પણ આપણે જન્મીએ ત્યારથી જ આપણામાં સુષુપ્ત શક્તિઓ છૂપાયેલી હોય છે. પરંતુ આ શક્તિઓ કેવી રીતે ઓળખવી? તેની સૌથી આસાન ચાવી છે ઓમકાર. તમે રોજ ઓમ મંત્રનો જાપ કરશો તો તમે તમારી અંદર પડેલી શક્તિઓનો સાક્ષાતકાર કરી શકશો. ઓમ મંત્રમાં જે શક્તિ છૂપાયેલી છે તે જાણીને તમે દંગ થઈ જશો.
હિન્દુ માન્યતા અને ઉપનિષદોમાં ઉલ્લેખ મુજબ ઓમ એ આ સૃષ્ટિમાં જન્મ લેનાર સૌથી પહેલો શબ્દ છે. એ સમયે આખા જગતમાં સન્નાટો હતો અને તેમાં સૌ પ્રથમ ઓમ શબ્દ ગૂંજ્યો હતો. આથી ઓમ શબ્દના વાઈબ્રેશન ગજબ છે. તેનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભૂતિ થશે.
તમામ લોકોનું એમ કહેવાનું હોય છે કે તેના પર કામનો ભાર એટલો બધો છે કે તેઓ ઇચ્છે તો પણ ભગવાનનું ધ્યાન,પૂજા,યોગ અને પ્રાણાયમ માટે સમય કાઢી શકતા નથી. આવા લોકોએ ઓછામાં ઓછું સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે શાંતિથી બેસીને બે મિનિટ માટે ॐ નો જાપ કરવો જોઈએ. આ એક ચમત્કારિક શબ્દ છે જે, તમારી બધી મુશ્કેલીઓને થોડા દિવસોમાં સમાપ્ત કરીને તમારું આખું જીવન બદલી શકે છે. પરંતુ તેના જાપનો લાભ લેવા માટે નિયમો જાણવા જરૂરી છે.
જાણો ॐ ની શક્તિ
ધાર્મિક રૂપથી ॐ શબ્દને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આખું બ્રહ્માંડ તેમાં સમાયેલું છે. જ્યારે આપણે કોઈ પણ મંત્રોચારણ પહેલાં આ શબ્દ બોલીએ છીએ,તો તે મંત્રની અસર અનેકગણી વધી જાય છે. ॐ શબ્દ બોલતા જ આપણા ગળામાં અને શરીરમાં એક પ્રકારનું કંપન થાય છે.આ કારણે થાઇરોઇડ, બીપી,લંગ્સ,પેટની સમસ્યાઓ મટે છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ સારું રહે છે. તમામ વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, ॐ ના નિયમિત જાપથી તણાવ, ડીપ્રેશન, ક્રોધ, અનિદ્રા જેવી સમસ્યાઓ ખૂબ નિયંત્રણમાં આવે છે.
આ રીતે કરો જાપ
શાંત સ્થળે બેસો:
ॐ ફક્ત એક શબ્દ જ નહીં,પણ અવાજ છે. જ્યારે આપણે તેનો જાપ કરીએ છીએ. તો બોલતા સમયે ઉત્પન્ન થયેલ અવાજથી આપણને ઘણા પ્રકારના ફાયદા થાય છે. તેથી તેનો જાપ હમેશા એવી જગ્યાએ કરવો જોઈએ, જ્યાં કોઈ અવાજ ન હોય.
ઊંડાણપૂર્વક કરો ઉચ્ચારણ
ॐ નો જાપ કરતી વખતે સ્વરને જેટલો ઉંચો રાખીશો અને જેટલી ઊંડાણપૂર્વક બોલશો, તો તમને તેનાથી વધારે ફાયદાઓ મળશે.
પદ્માસનમાં કરો જાપ:
ॐ નું ઉચ્ચારણ કરતા પહેલા જમીન પર આસન લગાવો અને પદ્માસનમાં બેસો. ત્યારબાદ તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસને ખેંચો અને પછી પેટમાંથી ॐ નો અવાજ કાઢતા શ્વાસને બહાર છોડો.
સવાર અને રાત્રિનો સમય:
શાસ્ત્રો અનુસાર દિવસના ચોવીસ કલાકમાંથી થોડા કલાકો એવા હોય છે, જ્યારે દૈવી શક્તિ ચરમસીમાએ હોય છે. આ સમયમાં કરવામાં આવેલ જાપ,પાઠ અને આરાધના કરવાથી વધુ પરિણામ આવે છે. તેથી ॐ નો જાપ પણ વહેલી સવારે અને સૂતા પહેલા કરવો જોઈએ. જેથી તમને તેનો પૂરો લાભ મળી રહે.
-દેવાંશી