જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધુ બે કેસ નોંધાયાં : રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 3 ઉપર પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતમાં જામનગરમાં અગાઉ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. હવે તેમના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધારે સતર્ક બન્યું છે. આમ રાજ્યમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 ઉપર પહોંચી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજરન રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જામનગરમાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું હતું. જામનગરમાં વિદેશતી આવેલા એક વૃદ્ધમાં ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો મળી આવ્યાં હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તમના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓના જરૂરી સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે મોકલી આપ્યાં હતા. દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ બંને દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 3 કેસ સામે આવ્યાં હતા. આ બંને દર્દીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકોના પણ જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. જો નેગેટિવ આવે તો દર્દીને કોરોના ગાઈડલાઈન અનુસાર ક્વોરન્ટાઈન કરાશે.
(Photo-File)