અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર લગાવાઈ
અમદાવાદ:અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર નાખવામાં આવી છે.સાંસદ અમદાવાદ પશ્ચિમ,ડૉ. કિરીટ પી. સોલંકી, સાંસદ રાજ્યસભા, ડૉ. અમી યાજ્ઞિક અને મેયર,અમદાવાદ કિરીટ પરમાર તારીખ 09 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર રેલવે મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલ્વે પ્રબંઘક તરૂણ જૈને સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, સાંસદ ડૉ. અમી યાગ્નિક અને મેયર કિરીટ પરમારનું સ્વાગત કર્યું.આ પ્રસંગે માહિતી આપતા મંડળ રેલ્વે પ્રબંઘક જૈને જણાવ્યું હતું કે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર આશરે રૂ. 1.50 કરોડ રૂ.ના ખર્ચે બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 મુસાફરો કરી શકશે. આ એસ્કેલેટર્સ લગાવ્યા બાદ અમદાવાદ રેલ્વે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે,જેનાથી મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે. તે ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે ઉપયોગી થશે.
સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી અને સાંસદ ડૉ.અમી યાજ્ઞિકે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંઘક પવન કુમાર સિંહ, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર કુમાર સંભવ પોરવાલ, મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર ડૉ.રજની યાદવ અને અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.