Site icon Revoi.in

રાજકોટ -મુંબઈની વચ્ચે વધુ બે ફ્લાઈટ આજથી ઉડાન ભરશે, હવે 17 જેટલી વિમાની સેવાનો લાભ મળશે

Social Share

રાજકોટઃ શહેરના નવા બનાવેલા હીરાસર એરપોર્ટ પર પ્રવાસીઓને ટ્રાફિક વધતો જાય છે. મુંબઈ જતા પ્રવાસીઓમાં વધારો થતાં ટ્રાફિકને પહોંચી વળવા માટે તા.29મી ઓક્ટોબરથી મુંબઈ જતી વધુ ભે ફ્લાઈટ ઉડાન ભરશે. રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે અને બપોરે 2 ફલાઈટ વધારવામાં આવી છે. ઉપરાંત  રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ફલાઈટ તા.8 નવેમ્બરથી તા.22 નવેમ્બર  રમિયાન અઠવાડિયે 3 દિવસ ઉડાન ભરશે.

રાજકોટ શહેરની સીમાડે હીરાસર ગામ પાસે નવા બનાવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે રાજકોટને વધુ ચાર ફલાઈટ મળી છે. આ સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજકોટ એરપોર્ટનું તા.29 ઓકટોબરથી 30-માર્ચ સુધીનું શિયાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, રાજકોટ એરપોર્ટ ઉપરથી હાલ દિલ્હી, મુંબઈ, ગોવા, ઈન્દોર, બેંગ્લોર, ઉદયપુર અને સુરતની કુલ 13 ફલાઈટ આવા ગમન કરે છે. જો કે આજથી એટલે કે, તા.29મી ઓક્ટોબરથી  દિવાળીના તહેવારોના લીધે રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે અને બપોરે 2 ફલાઈટ વધારવામાં આવી છે. આ સિવાય રાજકોટ-મુંબઈ વચ્ચે એક ફલાઈટ તા.8 નવેમ્બરથી તા.22 નવેમ્બર વચ્ચે તહેવારો દરમિયાન અઠવાડિયે 3 દિવસ શરૂ કરાશે. મુંબઈની બે નવી ફલાઈટ શરૂ થતા રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે 8.10 વાગ્યાથી સાંજે 7.10 સુધીમાં કુલ સાત ફલાઈટ ઓપરેટ થશે. જ્યારે રાજકોટ-દિલ્હી વચ્ચે પણ હાલ રોજ સાંજે બે ફલાઈટ છે તે વધારીને ચાર કરવામાં આવી છે અને આવતીકાલથી સવારે 7.30 વાગ્યે અને બપોરે 1.45 વાગ્યે દિલ્હી-રાજકોટ-દિલ્હીની બે નવી ફલાઈટ શરૂ થનાર છે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ-મુંબઈ વચ્ચે ડેઈલી છ ઉપરાંત તા.8મી નવેમ્બરથી થી 11મી નવેમ્બર દરમિયાન અઠવાડિયામાં ત્રણ દિવસ એક ફલાઈટ શરૂ થશે. જ્યારે દિલ્હીથી 4 ડેઈલી ફલાઈટ પણ ઉડાન ભરશે.  આ ઉપરાંત દરરોજ ઈન્દોર-રાજકોટ-ઉદયપુર અને ઉદયપુર-રાજકોટ-ઈન્દોર ફલાઈટ પણ ચાલી રહી છે. જ્યારે રાજકોટ-ગોવા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ, રાજકોટ-પુના વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી તેમજ રાજકોટ-બેંગ્લુરૂ વચ્ચે એક ફલાઈટ કાયમી ચાલે છે.