1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદથી બેંગલુરુ જવા માટે 15મી માર્ચથી વધુ બે ફ્લાઈટ્સ ઉડાન ભરશે
અમદાવાદથી બેંગલુરુ જવા માટે 15મી માર્ચથી વધુ બે ફ્લાઈટ્સ ઉડાન ભરશે

અમદાવાદથી બેંગલુરુ જવા માટે 15મી માર્ચથી વધુ બે ફ્લાઈટ્સ ઉડાન ભરશે

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. અને પુરતા પ્રવાસીઓ મળતા હોવાથી ફ્લાઈટ્સની સેવામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને બેંગલુરૂ વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધી રહ્યો હોવાથી આગામી 15મી માર્ચથી બધુ બે ફ્લાઈટ્સ ઉડાન ભરશે.

અમદાવાદના એસપી પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલુરુની દરરોજની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. તા 15 માર્ચ 2024થી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ સુધી વિસ્તારા એરલાઇન્સ દરરોજ સીધી ફ્લાઇટ શરૂ કરાશે. બેંગલુરુને ભારતનું સિલિકોન વેલી કહેવામાં આવે છે. તદુપરાંત બેંગલુરુને દેશમાં IT હબ પણ કહેવામાં આવે છે. ત્યારે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ અનેક ધંધા ઉદ્યોગો અને વ્યવસાયનો વિકાસ થયો છે. તેથી અમદાવાદથી બેંગલુરુની સીધી ફ્લાઇટ શરૂ થતા અનેક લોકોને ફાયદો થશે. વિસ્તારા એરલાઇન્સ દ્વારા 15 માર્ચ 2024થી શરૂ થનારી ડેઈલી ફ્લાઇટનુ એક વખતનું ભાડું રૂ.6199થી શરૂ થશે.

અમદાવાદના એસપી પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. સ્વદેશી અને વિદેશી એરલાઇન્સ પોતાની ફ્લાઇટના ઓપરેશન માટે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા અમદાવાદ એરપોર્ટને પ્રથમ પસંદગી આપી રહ્યા છે. એરપોર્ટની ઓપરેશનલ સર્વિસ વ્યવસ્થિત હોવાથી વિવિધ એરલાઇન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અમદાવાદથી છેલ્લા 1 વર્ષમાં ડોમેસ્ટિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનેક ફ્લાઇટ શરૂ કરી અનેક શહેરોના એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળી છે. ત્યારે વિસ્તારા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલુરુની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

વિસ્તારા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલુરુની દરરોજની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. 15 માર્ચ 2024થી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ સુધી વિસ્તારા એરલાઇન્સ દરરોજ સીધી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. હાલ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલુરુ અને બેંગલુરુથી અમદાવાદની ડાઇરેકટ ફ્લાઇટ સેવા આપી રહી છે. હવે વિસ્તારા એરલાઇન્સ દ્વારા પણ અમદાવાદથી બેંગલુરુ અને બેંગલુરુથી અમદાવાદની દરરોજ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.

 

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં અમદાવાદથી બેંગલુરુ જવા માટે દરરોજ કુલ 6 સીધી ફ્લાઇટ છે. હવે વધુ એક સેવા  વિસ્તારા એરલાઇન્સ દ્વારા 15 માર્ચ 2024થી શરૂ કરવામાં આવશે. અમદાવાદથી બેંગલુરુ અને બેંગલુરુથી અમદાવાદની દરરોજ બે ફ્લાઇટ રહેશે. એટલે અમદાવાદથી બેંગલુરુ જતી રોજની કુલ આઠ ફ્લાઇટ થશે. વિસ્તાર એરલાઇન્સ દ્વારા દરરોજ સવારે 8:50 કલાકે અને રાત્રે 9:25 કલાકે અમદાવાદથી બેંગ્લોર જવા ફ્લાઇટ રવાના થશે. જેમાં સવારની ફ્લાઇટ 2 કલાક જેટલો સમય લેશે જ્યારે રાતની ફ્લાઇટ 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને બેંગ્લોર પહોંચાડશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code