Site icon Revoi.in

અમદાવાદથી કેશોદ અને જલગાંવની બે નવી ફ્લાઈટ શરૂ થશે

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટથી વિન્ટર શેડ્યુલમાં કેશોદ અને જલગાંવની બે નવી ફ્લાઈટ શરૂ કરાશે. એરલાઈન બંને રૂટ પર સપ્તાહમાં મંગળ ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ ફ્લાઈટ ઓપરેટ કરશે, જેમાં એટીઆર 72 સીટર એરક્રાફટનો ઉપયોગ કરાશે. કેશોદનું વન-વે ભાડું રૂ.1800થી 2100 અને જલગાંવનું રૂ.2000થી 2200 રહેવાની શક્યતા છે.

અમદાવાદથી આગામી તા. 25 ઓક્ટોબરથી શરૂ થતાં વિન્ટર શિડ્યૂલમાં વધુ બે ફ્લાઈટ ઉડાન ભરશે. અલાયન્સ એર ઉડાન યોજના હેઠળ અમદાવાદથી કેશોદ અને જલગાંવની બે નવી ફ્લાઈટ શરૂ થશે. અમદાવાદથી પહેલીવાર કેશોદની ફ્લાઈટ શરૂ થશે. જેથી ગીર-સોમનાથ ફરવા જનારા ટુરિસ્ટોને લાભ મળશે. આ બંને ફ્લાઈટનું બુકિંગ સિસ્ટમ પર શરૂ કરી દેવાયુ છે. એરલાઈન બંને રૂટ પર સપ્તાહમાં મંગળ ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ ફ્લાઈટ ઓપરેટ કરશે, જેમાં એટીઆર 72 સીટર એરક્રાફટનો ઉપયોગ કરાશે. કેશોદનું વન-વે ભાડું રૂ.1800થી 2100 અને જલગાંવનું રૂ.2000થી 2200 રહેવાની શક્યતા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી આ બંને રૂટ પર એકપણ એરલાઇન ફ્લાઈટ ઓપરેટ કરતી નથી, હવે પેસેન્જરોને આ બંને રૂટ ફ્લાઇટનો વિકલ્પ મળી રહેશે. થોડા સમય પહેલા ટ્રુજેટ એરલાઇને જલગાંવની ફ્લાઇટ શરૂ કરી હતી પરંતુ થોડા સમયમાં એરલાઇનના શટર પડી ગયા હતા.

અમદાવાદની કેશોદનું 351 કિમી નું અંતર કાપવામાં બાય કાર 6:30 કલાક લાગે છે. જો કે ફ્લાઇટમાં એરપોર્ટ પર બે કલાક પહેલા ચેકઈન ટાઈમ અને 45 મિનિટ જેટલો ફ્લાઇંગ ટાઈમ એમ કુલ ત્રણ કલાકમાં કેશોદ પહોંચી જવાશે.