Site icon Revoi.in

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લોકો પણ અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા છે, જેમાં બંને અંગદાન થકી બે લીવર, ચાર કિડની, બે આંખો અને એક હૃદય મળી કુલ સાત અંગોનું દાન મળ્યું છે. આ અંગદાનથી સાત જરૂરિયાતમંદોને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 171 બ્રેઇન ડેડ વ્યક્તિઓનાં અંગદાન દ્વારા 537 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 308 કિડની, 148 લીવર, બાવન હૃદય, 30 ફેફસાં, 9 સ્વાદુપિંડ, બે નાના આંતરડા, પાંચ સ્કીન અને 116 આંખનું દાન મળ્યું છે.