- લાલ કીલ્લા હિંસાના બે આરોપી પકડાયા
- લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારામાં બન્ને હતા સામેલ
દિલ્હી – દિલ્હી પોલીસે કૃષિ કાયદાના વિરોધમાં 26મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી જે દરમિયાન થયેલી હિંસામાં સામેલ એવા બે આરોપીઓ મોહિન્દર સિંહ અને મનદીપ સિંહની જમ્મુ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર યુનાઇટેડ ખેડૂત મોરચાના અધ્યક્ષ મોહિન્દર સિંહ 26 જાન્યુઆરીના હિંસા કેસમાં જમ્મુથી અટકાયત કરાયેલા પહેલા વ્યક્તિ છે. તેઓ જમ્મુ શહેરના ચાથાનો રહેવાસી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણએ સોમવારે રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી, તાત્કાલિક પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલા કિલ્લા પર ઘઆર્મિક ધ્વજ લહેરાવાયો હતો અને હિંસા થઈ હતી.
સિંહના પરિવારે તેમને નિર્દોષ ગણાવ્યા હતા અને તાત્કાલિક છોડવાની માંગ કરી હતી. તેમની પત્નીએ પત્રકારોને કહ્યું, “તેમણે મને કહ્યું કે જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિક્ષકે તેમને બોલાવ્યા છે અને તે ગાંધીનગર પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે.” આ પછી, તેમનો ફોન બંધ આવવા લાગ્યો. પૂછપરછ કર્યા પછી મને ખબર પડી કે પોલીસે તેમની ધરપકડ કરી છે અને તેમને દિલ્હી લઈ ગઈ છે. ‘
સાહિન-