Site icon Revoi.in

મહારાષ્ટ્રના નાસિક નજીક રેલ્વેની મોટી દૂર્ઘટના ટળી – રેલ્વે પાટા પરથી ટ્રેનના 10 ડબ્બા ઉતરી પડતા બે યાત્રીઓ ઘાયલ

Social Share

મુંબઈઃ- રેલ્વે વિભઆગ દ્રારા રેલ્વેને સરળ બનાવાની દિશામાં તમામા કાર્યો થઈ રહ્યા છે તો બીજી તરફ અવાર નવાર રેલ્વે પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ પમ સામે આવી રહી છે, ત્યારે વિતેલી રાત્રે મહારાષ્ટ્રના નાસિક નજીક ટ્રેન પાટા પરથી ઇતરી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  લોકમાન્ય તિલક – જયનગર એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા રવિવારે બપોરે મહારાષ્ટ્રના નાસિક નજીક લહવિત અને દેવલાલી સ્ટેશનો વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા.આ સાથે જ ઘટનાની જાણ થતાં જ તબીબી અને રાહત ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. 

આ ઘટનાને પગલે સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ભૂસાવલ સેક્શનમાં બપોરે 3.10 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ સંદર્ભે, મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માત રાહત ટ્રેન મનમાડથી રવાના કરવામાં આવી હતી જ્યારે તબીબી સાધનો રાહત ટ્રેન ભુસાવલથી રવાના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ઈગતપુરીથી મેડિકલ વાન પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

આ અકસ્માતમાં 48 વર્ષિય મુકેશ કુમાર નામના વ્.ક્તિને જમણા ઘૂંટણમાં ફ્રેક્ચર થયું હતું અને તેને નજીકની જયરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય યાત્રી 52 વર્ષિય  લક્ષ્મીચંદ ને સામાન્ય ઈજાઓ થઈ હતી,આ એકસ્માતને લઈને અધિકારીએ કહ્યું કે ટ્રેનના યાત્રીઓ માટે અનેક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા હતા અને અનેક લોકોને મદદ પણ મળી હતી,જોકે મોટી દૂર્ઘટના સર્જાતા અટકી હતી.