રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક યુવક અને યુવતીનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર યુવક-યુવતીનું મોત નિપજ્યું હતુ. રાજકોટથી ગોંડલ જઈ રહેલા હર્ષ ભરતભાઈ ભાલાળા અને એક યુવતીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાજકોટથી ગોંડલ જઈ રહેલા હર્ષ ભાલાળા ટાટા કંપનીની હેરિયર કારમાં સવાર હતા. આ સમયે રીબડાથી આગળના ભાગે જતા ભુણાવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળ ઉપર કારચાલક હર્ષ ભરતભાઈ ભાલાળાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કે, એક અજાણી યુવતીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતનો બનાવ કઈ રીતે બન્યો તે બાબતે ટ્રક ચાલકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તેમજ પ્રત્યક્ષ દર્શીઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુ જણાવ્યું હતું કે ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો વધતા જાય છે. ભુણાવા પાસે સર્જાયેલા અકસ્માતમાં કાર પૂરઝડપે જઈ રહી હતી. ત્યારે સામે ટ્રકના ચાલકે પણ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી છે.