Site icon Revoi.in

હિંમતનગર નજીકથી 161 કિલો ચાંદીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના હિંમતનગર નજીક દાવલી ટોલ પ્લાઝા પાસેથી પોલીસે 44.77 લાખની કિંમતના ચાંદીના જથ્થા સાથે બે શખ્સોએ જણાવ્યું હતું. આ બંને શખ્સો બસમાં મુસાફરી કરતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીને બાતમી મળી હતી કે, ચાંદીના જથ્થા સાથે બે શખ્સો બસમાં મુસાફરી કરી રહ્યાં હતા. જેથી પોલીસ દ્વારા દાવલી ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગ શરુ કરવામાં આવી હતી. દરમિયાન એક બસ અટકાવીને તપાસ કરતા બે મુસાફરો પાસેથી કાળા રંગની બેગ મળી હતી. આ બેગ ખોલતા જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

બેગમાંથી 161 કિલો વજનના ચાંદીના 128 નંગ ચોરસા મળી આવ્યાં હતા. પોલીસે ચાંદીના આ જથ્થાને જપ્ત કરીને વજન કરાવતા 161 કિલો અને તેની કિંમત 44.77 લાખ જેટલી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે બસમાં સવાર કરતા બંને શખ્સ આશિષ રકીયાભાઈ પટેલ અને રવિન્દ્રસિંહ ભોપાલસિંહ ચૌહાણની અટકાયત કરી હતી. પોલીસે બંનેની આગવી ઢબે પૂછપરછ આરંભી હતી.

સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી. આ બંને જણા ચાંદીનો જથ્થો ક્યાંથી આવ્યા અને ક્યાં લઈ જવામાં આવતો તેની તપાસ શરુ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.