નવી દિલ્હીઃ દક્ષિણ દિનાજપુર જિલ્લામાં આવેલી ભારત-બાંગ્લાદેશની સરહદ પરથી બે ભારતીયો પ્રતિબંધિત વસ્તુઓના જથ્થા સાથે ઝડપાતા BSFએ બંનેની પૂછપરછ હાથ ધરી છે.
દક્ષિણ દિનાજપુર જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFની ઉત્તર બંગાળ ફ્રન્ટીયર ફરજ બજાવે છે. BSFના સતર્ક જવાનોએ બે ભારતીય નાગરિકોને સરહદ પરથી શંકાસ્પદ હિલચાલના આધારે ઝડપી લીધા હતા. બંને નાગરિકોની તપાસ કરતા તેમની પાસેથી ભારત અને બાંગ્લાદેશમાં પ્રતિબંધીત હોય તેવી વસ્તુઓ મળી આવી હતી. બંને નાગરિકો પાસેથી BSFના જવાનોને 48 નંગ પ્રતિબંધિત કફ સીરપની બોટલો, 2000 નંગ પ્રતિબંધિત ઈન્જેક્શન અને બે કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
BSFના જવાનોએ ઝડપેલા બંને નાગરિકોના નામ ઉપેન મહતો અને અશરફુલ મંડલ હોવાનું જાણવા મળ્યુ છે. બંને નાગરિકોને હિલી પોલીસને સોંપી દેવાયા છે.