- અમેરિકામાં એર શોમાં બે વિમાન ક્રેશ થવાની ઘટના
- બન્ને વિમાન સામસામે અથડાતા ઘટના સર્જાય
દિલ્હીઃ- એર શો એલે દરેક દેશ માટે ગૌરવની વાત હોય છે કે તે પોતાના દેશવી તાકાત આ એર ક્રાફ્ટના માધઘઅયમથી દર્શાવે છે જો કે અમેરિકામાં એર શો 6 લોકોના મોતનું કારણ બન્યો છે ,પ્રાપ્ત વિગત પ્રમાણે એર શો દરમિયાન બે એક ક્રાફ્ટ સામસામે ભટકાકા ક્રેશ થવાની ઘટના સામે આવી રહી છે.
ડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર,વિતેલા દિવસને શનિવારના રોજ ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શો દરમિયાન આ દુર્ઘટના બની હતી.જેણે ઘણા લોકોએ આંખોની સામે નિહાળી છે. અહીં એર શો દરમિયાન બીજા વિશ્વયુદ્ધના સમયના બે વિમાનો હવામાં ધડાકાભેર અથડાયા હતા. ઘટના પછી તરત જ બંને વિમાનો ક્રેશ થઈ ગયા અને આગ લાગી ગઈ. આ દરમિયાન 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સાથે જ મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટનાના વિડીયો પર ત્યા હાજર લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે
Another angle pic.twitter.com/wKGn8dgxua
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
લોકોએ આ ઘટનાને નિહાળઈ હતી અને કહ્યું કે હું સંપૂર્ણ રીતે અને આ ઘટના જોઈને ચોંકી ગયા હતા તેના પર વિશ્વાસ કરી શકતા ન હતા નથીજ્યારે વિમાનો ટકરાયા ત્યારે ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી અને કેટલાક લોકો ચીસો પાડી રહ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધની યાદમાં આયોજિત એર શો દરમિયાન બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ બોમ્બર અને બેલ P-63 કિંગ કોબ્રા ફાઇટર અથડાયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું છે કે આ ઘટના ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર લગભગ શનિવારના 1 વાગ્યેને 20 મિનિટ આસપાસ બની હતી.