Site icon Revoi.in

અમદાવાદમાં ડ્રેનેજની સફાઈ માટે બે રિસાઈક્લિંગ મશીન 7 વર્ષ માટે રૂ. 33.45 કરોડના ભાડેથી લવાયાં

Social Share

અમદાવાદઃ શહેરમાં ગટર બ્લોક થાય ત્યારે સફાઈ કામદારોને ગટરમાં ઉતારીને સાફ સફાઈ કરવામાં આવતી હતી. ઘણી વખત ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના ગટરમાં ઝેરી ગેસને લીધે ગુંગળામણને કારણે મોત પણ નિપજતા હતા. આથી હવે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું ન પડે તે માટે બે રિસાઈક્લિંગ મશીન ભાડેથી લાવવામાં આવ્યા છે. શહેરની ગટરલાઈનોમાં થયેલા કાદવ, કીચડ અને કચરાને સાફ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા જેટીંગ કમ સેક્શન વિથ રીસાઈકલિંગ ફેસિલિટીવાળા બે મશીન ભાડે લેવામાં આવ્યા છે. PPP ધોરણે આ બે રિસાઇકલર મશીન 33.45 કરોડના 7 વર્ષના ભાડા પેટે લેવામાં આવ્યા છે. આજે શહેરી ગૃહ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે આ રીસાઈકલ મશીનનું સાબરમતી વોર્ડમાં આવેલા 4 ફ્લેટ પાસેથી ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું.

શહેરી ગૃહ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે આ બે મશીનથી ઝડપથી સફાઈ થશે અને અત્યારે અમદાવાદમાં આ અદ્યતન ટેકનોલોજીના બે મશીન લાવવામાં આવ્યા છે. સુરતમાં પણ 8 મશીન લાવવામાં આવ્યા છે. એકપણ મજૂરને ગટર સાફ કરવા માટે અંદર ઉતારવામાં નહિ આવે. કોર્ટના આદેશ બાદ ડ્રેનેજ લાઈનોમાં મજૂરોને નીચે ઉતારી કાદવ અને કચરો સાફ કરાવવા પર પ્રતિબંધ હોવાથી અવારનવાર ગટરોમાં ઉભરાવવાની સમસ્યાઓ થાય છે.

વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન જતિન પટેલે જણાવ્યું હતું કે, આ મેઈક ઈન ઈન્ડિયાનું મશીન છે. જેમાં ગટરનું પાણી ચોખ્ખુ થઈ જાય છે. 2 લાખ કરોડ લીટર જેટલું પાણીની વર્ષે બચત થશે. અત્યારે બે મશીન મુકવામાં આવ્યાં છે અને આગામી સમયમાં વધુ મશીનો પણ મુકવામાં આવશે. 66 જેટલા ડીસીલ્ટીગના મશીનો દ્વારા શહેરમાં આવેલી ગટરલાઈનોની સાફસફાઈ કરાવવામાં આવે છે. સુપર મશીનમાં એક સેકશન મશીન સાથે બે ડમ્પ ટેન્કની જરૂર હોવાથી ટ્રાફિક થાય છે તેમજ ક્લીન વોટરની જરૂર પડે છે માટે જ્યારે પાણીની તંગી હોય ત્યારે મુશ્કેલીઓ પડે છે. આવી મુશ્કેલીઓ પડતી હોવાથી સફાઈ ઝડપી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ગટરલાઈનોમાં થયેલા બ્લોકેજ, કાદવ કીચડ અને સફાઈ માટે નેચરલ રીસોર્સિસ મટિરિયલ રિસાઈકલ તેમજ રીયુઝ પોલીસી અનુસંધાને અદ્યતન ટેકનોલોજીવાળા જેટીંગ કમ સેક્શન વિથ રીસાઈકલિંગ ફેસિલિટીવાળા બે મશીન PPP ધોરણે રૂ. 33.45 કરોડના 7 વર્ષના ભાડા પેટે લાવવામાં આવ્યાં છે. PPP ધોરણે આ બે રિસાઇકલર મશીન રૂ. 33.45 કરોડના 7 વર્ષના ભાડા પેટે લેવામાં આવ્યા છે.આ રિસાઇકલ મશીન મારફતે મશીન હોલમાંથી ખેચવામાં આવેલા સુએજમાંથી શીલટ અને પાણીને છૂટા કરી ફલશિંગ મશીનમાં પાછું નાખી શકાય છે. ડમ્પ ટેન્કની જેમ ખાલી કરવાની જરૂર પડતી નથી. છુટા પાડેલા સુએજને ટેન્કમાં સ્ટોર કરી ફરી રીસાઇકલ વોટર તરીકે ઉપયોગ કરી શકાય છે જેથી વોટર ટેન્ક ખાલી અને ફરી ભરવાની જરૂર પડતી નથી.