વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ સાથે ફેસબુકના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ કંપની છોડી દીધી છે.બોસને કોઈપણ દેશ માટે પહેલીવાર વોટ્સએપના વડા બનાવવામાં આવ્યા હતા.તેમને આ પદ વર્ષ 2018માં આપવામાં આવ્યું હતું.તેને ભારતમાં મેસેજિંગ એપની પહોંચ વિસ્તારવાનું અને WhatsApp પેમેન્ટ્સના બિઝનેસને સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હતું.અગાઉ, બોસ પેમેન્ટ્સ કંપની Ezetap ના સહ-સ્થાપક હતા.આ વર્ષની શરૂઆતમાં Razer Payએ Ezetap હસ્તગત કરી હતી.
આ સમાચારની પુષ્ટિ કરતા મેટા ઈન્ડિયાએ કહ્યું કે,આ ઘટના કોઈપણ રીતે તાજેતરના સમાચારો સાથે સંબંધિત નથી.મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, કંપની 11,000 લોકોને છૂટા કરવાની યોજના ધરાવે છે, જે કંપનીના કર્મચારીઓના 13 ટકા ઘટાડશે.
વોટ્સએપ પર પબ્લિક પોલિસીના ડિરેક્ટર શિવનાથ ઠુકરાલને હવે META દ્વારા જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.કંપનીએ કહ્યું કે ઠુકરાલને કંપનીના ત્રણેય પ્લેટફોર્મ – વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે ઠુકરાલને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, તે હજુ સ્પષ્ટ નથી કે બોસનું સ્થાન કોણ લેશે.વોટ્સએપના હેડ Will Cathcart એ કહ્યું કે,તેઓ ભારતમાં WhatsAppના પ્રથમ વડા તરીકે અભિજિત બોસના વિશાળ યોગદાન માટે આભાર માનવા માંગે છે.તેમણે કહ્યું કે તેમની ઉદ્યોગસાહસિક કુશળતા ટીમને નવી સેવાઓ પહોંચાડવામાં મદદ કરશે, જેનાથી કરોડો લોકો અને વ્યવસાયોને ફાયદો થશે.તેમણે કહ્યું કે WhatsApp ભારત માટે ઘણું બધું કરી શકે છે અને તેઓ ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ વધારવામાં મદદ કરવા આતુર છે.
આ મહિનાની શરૂઆતમાં મેટા ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજીત મોહને કંપની છોડી દીધી હતી.મોહન એશિયા પેસિફિક ક્ષેત્રમાં બિઝનેસ હેડ તરીકે હરીફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપ સાથે જોડાયા હતા