નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત અબજો ડોલરનો ખર્ચ થશે.
• ભારતમાં બે સંપૂર્ણ વિકસિત સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે
મંત્રીએ વાતની પુષ્ટિ કરી આ બંને પ્રોજેક્ટમાં ઇઝરાયેલ સ્થિત ટાવર સેમિકન્ડક્ટર્સ દ્વારા સબમિટ કરાયેલા 8 બિલિયન ડોલરનો પ્રસ્તાવ અને અન્ય ટાટા ગ્રૂપ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, મને તમને આ જણાવતા ખૂબ આનંદ થાય છે અને તમે કદાચ એવા પ્રથમ વ્યક્તિ છો જેમને હું કહું છું કે બહુ જલ્દી ભારતમાં બે સંપૂર્ણ ફેબ્સ આવશે. “આ 65, 40 અને 28-નેનોમીટર ટેક્નોલોજીમાં મલ્ટી-બિલિયન કોસ્ટ ફેબ્સ હશે અને અન્ય ઘણી પેકેજિંગ પ્રસ્તાવો આવી રહ્યા છે જેનું અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ.”
• સરકારને મળ્યા ઘણા પ્રસ્તાવો
સરકારને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે 4 દરખાસ્તો અને ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ મોનિટરિંગ અને પેકેજિંગ (ATMP) યૂનિટ્સ માટે 13 પ્રસ્તાવો મળ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં આપતા કહ્યું કે, “આ દરખાસ્તો અમેરિકા સ્થિત મેમરી ચિપ નિર્માતા માઈક્રોન દ્વારા ગુજરાતમાં 22,516 કરોડ રૂપિયાના ચિપ એસેમ્બલી પ્લાન્ટ ઉપરાંત છે.”