પંજાબમાં સરહદ પાસેથી જાસુસી કરતા બે ડ્રોન ઝડપી પાડ્યાં
નવી દિલ્હીઃ BSFએ પંજાબમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી જાસૂસીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. બે અલગ-અલગ ઘટનાઓમાં, ચોક્કસ ઇનપુટ્સના આધારે BSF ટુકડીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે જગ્યાએથી ડ્રોન ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ઘટનામાં, BSF જવાનોએ અમૃતસર જિલ્લાના રતનખુર્દ ગામમાં સર્ચ ઓપરેશન પછી ડ્રોન રિકવર કર્યું છે, જ્યારે બીજી ઘટનામાં, BSF જવાનો અને પંજાબ પોલીસે તરનતારન જિલ્લાના દાલ ગામમાં સર્ચ ઓપરેશન પછી એક ડ્રોન રિકવર કર્યું છે. બંને ડ્રોન ડીજેઆઈ મેવિક 3 ક્લાસિક મોડલ છે જે ચીનમાં બનેલા છે.
BSF અધિકારીઓએ કહ્યું કે અમને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં બે ચીની ડ્રોન છે જે જાસૂસીના હેતુથી અહીં મોકલવામાં આવ્યા છે. બાતમી મળ્યા બાદ બીએસએફના જવાનો તરત જ ઓપરેશન કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. થોડો સમય શોધખોળ કર્યા બાદ ટીમને ડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રોન ચીનમાં બનેલું DJI Mavic 3 ક્લાસિક હતું.
આ પહેલા 5 મેના રોજ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પંજાબના તરનતારન જિલ્લામાં હેરોઈનના પેકેટ સાથે ક્ષતિગ્રસ્ત ચીની બનાવટનું ડ્રોન પકડ્યું હતું. BSFએ એક નિવેદનમાં કહ્યું, “4 મે, 2024ના રોજ સવારે લગભગ 10:00 વાગ્યે, જ્યારે તરનતારન જિલ્લાના સરહદી વિસ્તારમાં સરહદની વાડની સામે ફરજ પર હતા, ત્યારે એલર્ટ BSF જવાનોને કેટલાક શંકાસ્પદ પેકેટ મળ્યાં હતા. સુરક્ષા દળોને પેકેજની સાથે ડ્રોન પણ મળ્યું હતું. જ્યારે પેકેટમાંથી હેરોઈન મળી આવ્યું હતું.