Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર કુપવાડા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Social Share

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ એક અથડામણમાં બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ આ વિસ્તારમાં ફાયરિંગ બંધ છે અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. શુક્રવારે કુપવાડાના હંદવાડાના બાબાગુંડ ગામમાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાની જાણકારી મળતાની સાથે જ આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. અહીં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા.

અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદીઓની હાજરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષાદળોએ કુપવાડા જિલ્લાના બાબાગુંડ વિસ્તારમાં નાકાબંધી કરે તલાશી અભિયાન શરૂ કર્યું હતું. જણાવવામાં આવે છે કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. તેના કારણે સુરક્ષાદળોએ વળતી કાર્યવાહી શરૂ કરતા ફાયરિંગ કર્યું અને આખું અભિયાન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.

અધિકારીઓનું કહેવું છે કે અથડામણમાં સુરક્ષાદળોને નુકસાનના અહેવાલ નથી. આ પહેલા બુધવારે શોપિયાં જિલ્લાના મીમેંદર વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક પાકિસતાની સૈનિકોએ ફરીથી સંઘર્ષ વિરામનો ભંગ કરતા ગોળીબાર કર્યો હતો અને તેમા એક વ્યક્તિના ઘાયલ થવાના અહેવાલ છે.

અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાની સૈનિકોએ બારામુલા જિલ્લામાં ઉરીના કમલકોટ વિસ્તારમાં ગુરુવારે સાંજે ભારતીય ચોકીઓ અને ગામડાઓને નિશાન બનાવીને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન તરફથી બારામુલા જિલ્લાના ઉરીના કમલકોટ વિસ્તારમાં ગુરુવારે સાંજે ભારતીય ચોકીઓ અને ગામડાઓ પર કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબાર શરૂ કરાયો હતો અને આકી રાત્રિ દરમિયાન ટુકડે-ટુકડે ગોળીબાર થતો રહ્યો હતો.