- સુરક્ષાદળોને મળી કામિયાબી
- બે આતંકીઓને એનકાઉન્ટરમાં ઠાર કર્યા
શ્રીનગર- જમ્મનુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નોમાં હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષામાંમ લાગેલા હોય છે ત્યારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કી છે.
સુરક્ષા દળોએ વિતેલા દિવસને બુધવારે એક એન્કાઉન્ટરમાં અલ-કાયદા સાથે જોડાયેલા અંસાર ગઝવાતુલ હિંદના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફયાઝ કુમાર અને ઓવૈસ ખાન તરીકે માર્યા ગયેલા આતંકવાદીઓ ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતા ,અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં થાજીવારામાં સુરક્ષા દળોએ આ આતંકીને ઠાર કર્યા હતા.
આ સાથે જ સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી બે પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, બે ગ્રેનેડ, 20 પિસ્તોલ રાઉન્ડ, એક AK-47 મેગેઝિન અને 50-AK જીવંત કારતુસ સહિત હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.પોલીસ પ્રવક્તાએ ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી અને જણાવ્યું કે અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં થાજીવારામાં અનંતનાગ પોલીસ દ્વારા અચાનક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અંસાર ગઝવાતુલ હિંદ સાથે જોડાયેલા હતા. કુમારે ટ્વીટ કર્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ફયાઝ કુમાર અને ઓવૈસ ખાન તરીકે થઈ છે, જેઓ આતંકવાદી સંગઠન AGUH સાથે સંકળાયેલા હતા.ઠાર કરાયેલ આતંકી આ વર્ષે 3 જુલાઈના રોજ શ્રીગુફવારામાં પોલીસકર્મીઓ પર થયેલા હુમલા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં ચેનીવુડ સામેલ હતો.