રાજૌરીમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાઃ વાંધાજનક સાહિત્ય, હથિયાર અને દારૂગોળો મળ્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દારહાલમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા. આ સાથે જ સેનાએ બે આતંકીઓને પણ ઠાર કર્યા હતા. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય, હથિયારો અને દારૂગોળી મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.
રાજૌરીના દારહાલમાં કેટલાક લોકોએ આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. દરમિયાન સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યાં હતા. અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે બે જવાન ઘાયલ થયા.
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં લતીફ રાઠેર નામના આતંકવાદીનો પણ સમાવેશ થાય છે. લતીફ ગત મે મહિનામાં કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટની હત્યામાં પણ સામેલ હતો.
કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (કાશ્મીર ડિવિઝન) વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, “લશ્કર-એ-તૈયબાના ત્રણ છુપાયેલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેમની પાસેથી આપત્તીજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.