Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરતા બે આતંકીઓ સેના દ્રારા ઠાર મરાયા

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની સતત નજર રહેતી હોય છએ તેઓ ગમે તે રીતે અહીની શઆંતિ ભંગ કરવાના પ્રયાસમાં લાગેલા હોય છે આવી સ્થિતિમાં સુપક્ષાદળોના જવાનો સતત ચેતીને રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે. ત્યારે જમ્મિ કાશ્મીરમાં ફરી સેનાના જવાનોએ ઘુસમખોરી કરતા આતંકીઓના પ્ર.ત્ન નાકામ કર્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરના પૂછં વિસ્તારમાં સેનાએ વિતેલી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.  ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 17 જુલાઈની રાત્રે પૂંછ સેક્ટરમાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો હતો.

પૂંછ વિસ્તારમાં  શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી. આ પછી, પોલીસ અને ભારતીય સેનાએ સાથે મળીને અભિયાન શરૂ કર્યું. આ ઓપરેશનમાં ભારતીય સેના અને પોલીસે બે ઘુસણખોરોને ઠાર માર્યા છે.

જાણકારી અનુસાર આ ઓપરેશનમાં 2 ઘુસણખોરો ઠાર મરાયા હતા. પુંછ સેક્ટરમાં સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ ઓપરેશન વિશે સંપૂર્ણ માહિતી હજી પ્રાપ્ત થી નથી જેના માટો થોડો સમય લાગી શકે છે.

તો બીજી તરફ કેટલાક સરકારી અધિકારીઓને આ કેસ સંબંધને લઈને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીર સરકારે કાશ્મીર યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી, એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મહેસૂલ સેવા અધિકારીને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે કામ કરવા, તેમના માટે ભંડોળ એકત્ર કરવા અને તેમની વિચારધારાનો પ્રચાર કરવાના આરોપમાં હાંકી કાઢ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના જોડાણ બદલ ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.  આ અધિકારીઓને આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પ્રદાન કરવા અને આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા છે. આ કેસની તપાસમાં ત્રણેય અધિકારીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે.