Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યાં છે. આતંકવાદીની તપાસમાં આર્મીના જવાનો અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઠાર મરાયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉધમપુરના વસંતગઢ વિસ્તારમાં જૈશના ચાર આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે ભારતીય સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન બંને તરફથી અંધાધૂંધ ગોળીબાર થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં હિંસા ફેલાવવા માંગતા હતા. જેના પગલે છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓ બની છે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ અને આર્મીના જવાનોએ વસંતગઢના ખંડરા ટોપની ઘેરાબંદી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. દરમિયાન ફાયરિંગ થયું હતું. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ ફાયરિંગ કર્યું હતું. બીજી તરફ જમ્મુ જિલ્લાના અખનૂરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બીએસએફના એક જવાન ઈજાગ્રસ્ત થયાં હતા.