Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં ધૂળની આંધી વચ્ચે બે ટ્રક સામસામે અથડાતાં એકનું મોત, એક ગંભીર

Social Share

સુરેન્દ્રનગરઃ નેશનલ કે સ્ટેટ હાઈવે પર તો અકસ્માતોના બનાવો બનતા હોય છે. પરંતુ રણમાં વાહન અકસ્માતો સર્જાય એવું તો ક્યારે ક જ બનતું હોય છે. ત્યારે ખારાઘોડાના રણમાં નારાણપુરાની હોજ પાસે પૂરઝડપે આવતી બે ટ્રકોના ચાલકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે એક ટ્રેકનો ખુડદો બોલી ગયો હતો. આ અકસ્માત ધૂળની ડમરીઓથી સર્જાયો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર-ક્લીનરને બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. રણમાં કાળઝાળ ગરમી અને ધૂળની ડમરીઓ વચ્ચે સેંકડો ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે.  ત્યારે ખારાઘોડા રણમાં નારાણપુરાની હોજ પાસે પૂરઝડપે આવતી બે ટ્રકોના ચાલકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે એક ટ્રેકનો ખુડદો બોલી ગયો હતો. અકસ્માત થતાં જ ઘટના સ્થળે દોડી ગયેલા લોકોએ કેબીનમાં ફસાયેલા ડ્રાઈવર સાથે વાત કરી સાંત્વના આપી હતી. આ ઘટનામાં બંને ઈજાગ્રસ્તો ડ્રાઈવરોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યા એકનું મોત થયું છે.

આ અકસ્માતની ઘટનામા બંને ટ્રકોના ચાલકો પોલાભાઈ બાથાણી અને ભાવેશભાઇ બાથાણીને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રણમાં ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઈ જવાયા બાદ પોલાભાઈ બાથાણી નામના ખારાઘોડાના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ભાવેશભાઈ બાથાણી હાલમાં ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમા સારવાર હેઠળ છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.