વડોદરાઃ કોલસાની અછતને લીધે દેશભરમાં વીજળીની કટોકટી સર્જાય છે. ગુજરાતમાં પણ વીજળીની ખેંચને લીધે રવિ સિઝનની વાવણી ટાણે જ ખેડુતોને વીજ કાપ સહન કરવાનો વારો આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા નર્મદા રિવરબેડ કાર્યરત કરીને વીજ પુરવઠો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નર્મદા બંધના રિવરબેડ પાવરહાઉસ ના 1200 મેગાવોટ ના બે ટર્બાઇનો ચાલુ કર્યા છે. હવે પાવરહાઉસ પાણીનો ખર્ચ કરતા આવક સામે જાવક વધતા સપાટીમાં 4 સેમી જેટલો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાંથી મેઘરાજાએ હવે સંપૂર્ણ વિદાઈ લઇ લીધી છે અને શિયાળાની શરૂઆત પણ થઇ ગઈ છે.ત્યારે નર્મદા બંધની જળસપાટી હાલ 131.46 મીટરે પહોંચી છે ગત રોજ 131.50 મીટર હતી જેમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો છે. જોકે મધ્યપ્રદેશના ડેમોના પાવર હાઉસ ચાલુ કરાયા છે જેમાં ૐકારેશ્વર ડેમ ના 2 અને ઇંદિરાસાગર ડેમના 2 યુનિટો ચાલુ કરવામાં આવતા જેમાંથી 47,907 ક્યુસેક પાણીની અવાક થઇ રહી છે. આ પાણીની આવકને કારણે નર્મદા બંધાણી જળસપાટી દર બે કલાકે એક સેમીનો વધારો નોંધાતો હતો. પરંતુ રાજ્યમાં વીજ કટોકટી સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો પણ વીજળીની માંગ કરી રહ્યા છે. ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરવાની ફરજ પડી છે. હાલ નર્મદા બંધના રિવરબેડ પાવરહાઉસ ના 1200 મેગાવોટનાં 2 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. જે 24,896 કયુસેક પાણીનો ખર્ચ કરે છે અને સામે 9500 મેગાવોટ વીજળી ઉત્પાદન કરે છે. જે અંદાજિત 2 કરોડની વીજળી ઉત્પાદન થઇ ગણાય આ વીજળી નેશનલ ગ્રીડમાં સીધી જાય અને મધ્યપ્રદેશને 57 ટકા, મહારાષ્ટ્ર ને 27 ટકા અને ગુજરાતને 16 ટકા વીજળી નું વિતરણ થાય છે ત્યારે નર્મદા બંધની જળસપાટી ભલે ઘટે પણ વીજ ઉત્પાદન જરૂરી છે. જોકે જયારે મધ્યપ્રદેશના ડેમના ટર્બાઇનો ચાલે તે ટાઈમે નર્મદા એ પાણીની આવકને ટર્બાઇમાં ખર્ચ કરી વીજ ઉપ્તાદન કરી લે તો સપાટી જાળવી રખાય એમ છે. હાલ નર્મદા બંધન સરદાર સરોવર માં 7257 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહિત છે એટલે હાલ નર્મદા ડેમ 72 મીટર જેટલો ભરેલો છે એટલે આટલું વર્ષ સિંચાઈ અને પીવાના પાણી ની અછત વર્તાઈ નહિ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઓછા વરસાદ ને પગલે નર્મદા ડેમ 7 મીટર જેટલો ખાલી છે અને ડેમ સંપૂર્ણ ભરાયો નથી હવે ભરાય એવું લાગતું પણ નથી ત્યારે વીજળીની જરૂરિયાત ને લઈને રિવરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગત વર્ષે બંને પાવર હાઉસ ધમધમતા હતા બધા ટર્બાઇનો ધમધમતા હતા અને આ વર્ષે માંડ માંડ ચાલુ હોય ગત વર્ષ કરતા વીજળી માં મોટી ખોટ ગઈ છે. (file photo)