- બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ પુરા
- પાકિસ્તાનમાં ધુસીને આતંકીોના ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા
દિલ્હી – 12 મિરાજ લડાકુ વિમાન દ્વારા પુલવામામાં શહીદ થયેલા 40 ભારતીય જવાનોની શહાદતનો બદલો લેવામાં આવ્યો હતો. 26 ફેબ્રુઆરીના પ્રારંભમાં ભારતીય લડાકુ વિમાન મિરાજ 2000 ના જૂથે એલઓસી પાર કરીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં એક આતંકીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકીને તેનો કનાશ ર્યો હતો. આતંકીઓના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા હતા જેમાં12 મિરાજ વિમાનોએ ભાગ લીધો હતો.
26 ફેબ્રુઆરીએ બાલાકોટ ખાતે ભારત તરફથી કરવામાં આવેલા એરસ્ટ્રાઇકના માત્ર 12 દિવસ પહેલા અટલે કે 14 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર આત્મધાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા રહતા, મસૂદ અઝહરની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, ત્યારથી પાકિસ્તાન પ્રત્યે ભારતનો રોષ વધુ ઉગ્ર બન્યો.
ત્યારબાદ ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મજબૂત બાતમીના આઘારે ભારતે જૈશના ઠેંકાણો પર કાર્યવાહી કરી હતી. ભારત દ્વારા હુમલો કરવો જરૂરી હતો. અમે બાલાકોટ સ્થિત જૈશના તાલીમ શિબિર પર હુમલો કર્યો, જેમાં ઘણા મોટા આતંકવાદીઓ, વરિષ્ઠ કમાન્ડર અને જેહાદીઓ માર્યા ગયા છે.
26 ફેબ્રુઆરીના પ્રારંભમાં ભારતીય લડાકુ વિમાન મિરાજ 2 હજાર ના જૂથે એલઓસી પાર કરીને પાકિસ્તાન કબજે કરેલા કાશ્મીરમાં આતંકવાદીના ઠેંકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો અને તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો.
આ દિવસ સમગ્ર દેશમાં યાદગાર બન્યો હતો દરેક દેશમાં લોકોએ આ આરસ્ટ્રાઈકને લઈને જશ્ન મનાવ્યો હતો,. ભારતીય જવાનોના શહીદનો બદલો ભારતે લીધો હતો જેનો દેશના દરેક નાગરીકને ગર્વ હતો.
સાહિન-