Site icon Revoi.in

લખતર – વઢવાણ હાઈવે પર ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લખતર નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે લખતર હાઈવે પર કોઠારિયા ગામ પાસે બાઈક પર જઈ રહેલા બે યુવકોને પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારતા એક યુવકનું ઘટનાસ્થળે અને બીજાનું યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, લખતર તાલુકાના તલસાણા ગામના બે યુવક વિક્રમ મનજીભાઈ ( ઉંમર વર્ષ 35 ) તથા ધનજી ગટુરભાઈ છારદિયા ( ઉંમર વર્ષ 25 ) કોઠારીયા મેળો માણવા ગયા હતા. ત્યારે વઢવાણ તરફથી કોઠારીયા તરફ આવી રહ્યા હતા, તે સમયે પાછળથી આવતા ડમ્પરે બંને યુવકને અડફેટે લેતા બાઈક સહિત બંને યુવક આશરે 150થી 200 મીટર સુધી ધસડાયા હતા.જેમાં ધનજી ગટુરભાઈ ( ઉંમર વર્ષ 25 )નુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાઓ થતાં  વિક્રમ મનજીભાઈને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું  હતું. આ ગોઝારા અકસ્માતમા બંને યુવકનું મોત થતા નાના એવા તલસાણા ગામમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. આ બંને યુવકની લાશનો વઢવાણ પોલીસ દ્વારા કબજો લઈ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની આગળની વધુ તપાસ હાલ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.

બીજો એક અકસ્માતનો બનાવ લખતર નજીક આવેલી નર્મદા કેનાલ નજીક સર્જાયો હતો. જેમાં એક બાઈક સ્લીપ ખાઇને ઇલેક્ટ્રિક થાભલા સાથે અથડાયું હતુ. બાઈકસવારને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી  આ બનાવની વિગતો એવી હતી કે, ભુરાભાઈ વેસ્તાભાઈ અટલિયા લખતરના તરમનીયા ગામની સીમમાં રહી ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે તે  ખેતર નજીકથી પસાર થતી વલ્લભીપુર કેનાલ પર પોતાનું બાઈક લઇને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પરનો કાબૂ ગુમાવતા બાઈક ફંગોળાઈ સાઈડમાં ઇલેક્ટ્રિક થાભલા સાથે અથડાયું હતુ. જેમાં તેઓને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેને પગલે 108ને જાણ કરતા લખતર 108ના પાઇલોટ રાજદીપસિંહ ઝાલા તથા ઇએમટી ઇન્દ્રજીતભાઈ પુરબિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ઇજાગ્રસ્ત ભુરાભાઈને સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.