દિલ્હીઃ બ્રિટનમાં ટ્રક ડ્રાઈવરોની અછતના કારણે ઈંધણની ભારે અછત ઉભી ઝઈ છે જેના પરિણામે પેટ્રોલપંપ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી છે. ઈંધણના અછતના અભાવને કારણે વાહન-વ્યવહારને ભારે અસર સર્જાઈ છે.
બ્રિટનમાં પેટ્રોલિયમ સંકટ ઉભુ થયુ છે. બ્રિટનમાં 90 ટકા પેટ્રોલપંપ ખાલી થઇ ગયા છે જેના કારણે જે પેટ્રોલ પંપ પર ઈંધણ મળી રહ્યું છે ત્યાં વાહનોની લાંબી કતારો લાગી છે. ટ્રક ડ્રાઇવર્સની અછતને કારણે બ્રિટનમાં આ સ્થિતિ પેદા થઇ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. જેને કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.
ડ્રાઇવરોની અછતને કારણે ઇંધણ રિફાઇનરી થી પેટ્રોલપંપ સુધી પહોંચી રહ્યુ નથી. આ સ્થિતિને કારણે બ્રિટનમાં જ્યાં પેટ્રોલ મળતું હોય તે પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે. બ્રિટનમાં હાલની સ્થિતિને લઇને સરકારે સેનાને તૈયાર રહેવા જણાવ્યુ છે.