વેક્સિનની અસરને લઈને અમેરિકાનો દાવોઃ- વેક્સિનેશન બાદ મૃત્યદર ઘટ્યો, કોરોનાથી મૃત્યુ પામેલા 98 ટકાએ નહોતી લીધી વેક્સિન
- અમેરિકાનો દાવોઃ- વેક્સિનથી ઘટ્યા મોત
- વેક્સિન લીધી હોય અને મૃત્યુ થયું હોય તેવા કેસ નહીવત
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી સામે વેક્સિન એક માત્ર હથિયાર સાબિત થઈ રહ્યું છે,ત્યારે કેટલાક રિચર્ચ મુજબ વેક્સિન કોરોનામાં ખૂબ જ કારગાર સાબિત થઈ છે અને કોરોનામાં વેક્સિન લેનારા લોકોનો મૃત્યું આંક પણ ઓછો જોવા મળ્યો છે,ત્યારે વેક્સિનની અસરને લઈને અમેરિકાએ પમ દાવો કર્યો છે.
સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના ડેટાના આધારે અમેરિકાની સમાચાર સંસ્થાએ આ વિશ્લેષણ કર્યું છે. તેમનું કહેવું છે કે વેક્સિન બાદ 45 રાજ્યોમાંકોરોનાથી થતા મૃત્યુની સંખ્યા ઘટી છે.
આ દાવા પ્રમાણે અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં જેટલા પણ લોકોના મોત થયા છે તે લોકોએ વેક્સિન લીધી નહોતી, ત્યારે હવે અમેરિકામાં વેક્સિનની પ્રક્રિયાને વેગ અપાઈ રહ્યો છે જેનું સકારાત્મક પરિણામ સામે આવ્યું છે.હાલ મોતની સંખ્યા ઘટી છે, વેક્સિનેશન બાદ કોરોનાથઈ મરનારાની સંખ્યા આ દાવામાં 300 કરતા પણ ઓછી દર્શાવાય છે
મેં મહિનાના ડેટાને લઈને આ રિપોર્ટ જારી કર્યા છે,વેક્સિનેશન બાદ સંક્રમણનો દર 0.1 ટકા રહ્યો છે. બીજી તરહ મે મહિનામાં કોરોનાથી મૃત્યુ પામેલા 18 હજાર લોકોમાંથી માત્ર 150 લોકો એવા હતા જેમણે વેક્સિન લીધી હતી. એટલે કે આ દર ઘટીને 0.8 ટકા થઇ ગયો છે.
અમેરિકામાં જાન્યુઆરીમાં કોરોનાના કારણે પ્રતિદિન 3400 મોત થતા હતા. પરંતુ વેક્સિનેશન બાદ આંકડો ખુબ કંટ્રોલમાં છે. સીએટલના કિંગ કાઉન્ટીમાં, જાહેર આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે છેલ્લા 60 દિવસમાં કોરોનાને કારણે માત્ર 3 એવા લોકોનાં મોત થયા છે જેમનું વેક્સિનેશન થઇ ગયું હતું. પરંતુ વેક્સિન ના લીધી હોય તેવા 62 લોકો એ જીવ ગુમાવ્યા છે.