Site icon Revoi.in

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસએ ધૂળેટીની શુભેચ્છા પાઠવી

Social Share

આજે ભારતમાં હોળી-ધૂળેટીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં મતભેદોને ભૂલીને સાથે આવવાની વાત કરી હતી.

કમલા હેરિસે ટ્વિટર પર લખ્યું કે હેપી હોળી, હોળીને જીવંત રંગો માટે ઓળખવામાં આવે છે. અને આ રંગ પ્રિયજનો અને પ્રેમ કરનાર લોકો પર નાખવામાં આવે છે. હોળીનો તહેવાર સકારાત્મકતાથી ભરેલો છે.

આ વર્ષે હોળી 29 માર્ચે ઉજવવામાં આવી રહી છે. ભલે તે મુખ્યત્વે હિંદુ તહેવાર હોય,પરંતુ તે અન્ય ધર્મોના લોકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. તે દેશમાં વસંત લણણીની મોસમનું આગમન દર્શાવે છે.

-દેવાંશી