Site icon Revoi.in

U19 વર્લ્ડ કપ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ફાઈનલ રમાશે

Social Share

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના બેનોનીમાં U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ફાઈનલ મેચ રમાશે. ગુરુવારે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. U19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. છેલ્લી ઓવર સુધી ચાલેલી સેમિફાઈનલમાં પાકિસ્તાન 1 વિકેટથી હારી ગયું હતું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને માત્ર 179 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 181 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ટોમ સ્ટારકરે 6 વિકેટ લીધી હતી. ટોમે 9.5 ઓવરમાં માત્ર 24 રન આપીને 6 વિકેટ લીધી હતી. બીયર્ડમેન, કેલમ વિડલર, રાફ મેકમિલન અને ટોમ કેમ્બેલે એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાનના અલી રજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, અરાફાત મિનહાસે 2 વિકેટ લીધી હતી, નવીન અહમદ ખાન અને ઉબૈદ શાહે 1-1 વિકેટ લીધી હતી.