Site icon Revoi.in

યૂએઈએ ભારતની ફ્લાઈટ પર લગાવેલા પ્રતિબંધો હળવા કર્યાઃ બીજા દેશો પર લગાવેલ પ્રતિબંધો હટાવ્યા

Social Share

 

દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં જે રીતે કોરોનાના કેસો વધતા હતા તેને જોતા અનેક દેશોએ અનેક પ્રકારની પાબંધિો લાગુ કરી હતી જે હેઠળ ભારતમાં વધતા કોરોનાના કેસોને લઈને યૂએી એ પણ ભારકતની ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારે હવે કોરોનાને કારણે યુએઈએ ભારત આવવા -જવાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હળવો કર્યો છે.

યૂએઈ એ આપેલી માહિતી પ્રમાણે આ અંતર્ગત માત્ર  ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે. જો કે આ ઉપરાંત, માન્ય યુએઈ નાગરિકતા ધરાવતા અને વેક્સિન મેળવી ચૂકેલા લોકોને પણ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.યુએઈએ  હવે એવી જાહેરાત કરી છે કે ગુરુવાર, 5 ઓગસ્ટથી યુએઈ મારફતે અન્ય સ્થળોએ જવા માટે ભારતની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. નેશનલ ઈમરજન્સી એન્ડ ક્રાઈસિસ મેનેજમેન્ટ ઓથોરિટી એ મંગળવારે આ અંગેની જાહેરાત કરી છે.

આ સાથે જ  ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, નાઇજીરીયા અને યુગાન્ડામાંથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. એનસીઈએમએ એ ટ્વિટર પર કહ્યું છે કે જે દેશોમાં ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે ત્યાંથી આવતા મુસાફરોને 5 ઓગસ્ટથી એરપોર્ટ પરથી પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવશે.

લોકોને ટ્રાન્ઝિટ માટે 72 કલાક પહેલાનો નેગેટિવ પીસીઆર ટેસ્ટ બતાવવો પડશે. આ મુસાફરોએ જ્યાં જવું હોય ત્યાં તેમને પરવાનગીની મંજૂરી પણ બતાવવી પડશે. તેમજ આવા લોકો માટે એરપોર્ટ પર અલગ લાઉન્જ પણ હશે.

યૂએઈ દ્વારાર કરાયેલ ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાંથી આવા લોકોના પ્રવેશ પરનો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવશે જેમની પાસે માન્ય નાગરિકતા હશે અને જેને વહીવટ સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ  માને છે. જો કે, આ લોકોએ મુસાફરી કરતા પહેલા પ્રવેશ માટે ઓનલાઈન પરમિટ માટે અરજી કરવી પડશે. ડિપાર્ચરના 48 કલાક પહેલા નેગેટિવ પીસીઆર ટેસ્ટ પણ બતાવવો પડશે.