નવી દિલ્હીઃ UAEમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મહત્વકાંક્ષી ગણાવ્યા છે. વિદેશમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, યુક્રેન સંધર્ષની વ્યાપક અસરોના કારણે પૂર્વ અને પશ્ચિમના બે મોટા વિભાજન થયા છે, જે યુક્રેનની બાબત પર કેન્દ્રિત છે.
તેમણે કહ્યું કે, બીજું વિભાજન વિકાસ પર કેન્દ્રિત છે જે ઉત્તર અને દક્ષિણનું છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોની ભૂમિકાનું વિશ્લેષણ કરતા ડૉ. એસ.જયશંકરે કહ્યું કે, સંઘર્ષ સમાપ્ત કરવા માટે રાજનૈતિક પ્રક્રિયા સુનિશ્ચિત કરવી આપણા હિતમાં છે.
આ ઉપરાંત વિદેશમંત્રીએ બંન્ને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ જૂના સંબંધોની પ્રશંસા કરી હતી. વિદેશમંત્રીએ ભારત અને સંયુકત આરબ અમીરાતના વ્યાપારી સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સંયુકત આરબ અમીરાત એ ભારતનો ત્રીજો સૌથી મોટો ભાગીદાર વ્યાપાર છે અને તે ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજાર પણ છે.
ભારત સરકાર દુનિયાના વિવિધ દેશો સાથે પોતાના સંબંધો પહેલા કરતા પણ વધારે મજબુત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી દેશના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર દુનિયાના વિવિધ દેશોના વિદેશ મંત્રીઓના સતત સંપર્કમાં રહે છે.