- UAE ના રાષ્ટ્રપતિનું થયું અવસાન
- શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન
- 2004 થી સંભાળી રહ્યા હતા દેશ
દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન થયું છે.બિન ઝાયેદ અલ નાહયાનને 3 નવેમ્બર 2004થી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી હતી
તેમને તેમના પિતા સ્વર્ગસ્થ મહામહિમ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા,જેમણે 1971 થી 2 નવેમ્બર 2004 ના રોજ તેમના મૃત્યુ સુધી યુએઈના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી.
1948 માં જન્મેલા, શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના અમીરાતના 16મા શાસક હતા.તે શેખ ઝાયેદના મોટા પુત્ર હતા.સંયુક્ત અરબ અમીરાતના પ્રમુખ બન્યા ત્યારથી શેખ ખલીફાએ ફેડરલ સરકાર અને અબુ ધાબીની સરકાર બંનેના મુખ્ય પુનર્ગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.