પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા – અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરની સફળ મહિલાઓની સાહસિક ભાવનાની પ્રશંસા અને સન્માન કરવા માટે ઉડાન ઇવેન્ટનું ખાસ આયોજન
અમદાવાદ : દર વર્ષે 19મી નવેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવતા મહિલા ઉદ્યોગ સાહસિક દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ ઈકોનોમીમાં મહિલા ઉદ્યોગપતિઓના યોગદાનને ઓળખવાનો છે. હાલના તબક્કામાં વિશ્વભરમાં લગભગ 85% ખરીદીઓ અને $20 ટ્રિલિયનના ગ્લોબલ ખર્ચ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને એટલે જ આ દિવસ વ્યવસાયી મહિલાઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ ને ટેકો આપવા સમર્થન કરે છે. રાજ્યની આવા જ કેટલીક ઉત્સાહી અને દૂરંદેશી મહિલા ઉદ્યોગસાહસિકો કે જેમણે ભયજનક રોગચાળા પછી પણ તેમની નવીન રીતે સમુદાયમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું હતું, એમને બિરદાવવા માટે PRCI અમદાવાદ ચેપ્ટર દ્વારા લગભગ 50 મહિલાઓનું એક સન્માન કાર્યક્રમ “ઉડાન” નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના સ્થાનિક અને ગતિશીલ મહિલા ઉદ્યોગ સાહસિકોની હાજરીની સાક્ષી આપતા આ કાર્યક્રમ એચટી પારેખ કન્વેન્શન સેન્ટર – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયો હતો. UDAAN એ એજ્યુકેશન, બેંકિંગ, બિઝનેસ, ક્રિએટિવ આંત્રપ્રિન્યોર, ફૂડ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી, હેલ્થ અને ફિટનેસ અને સોશ્યિલ આંત્રપ્રિન્યોરશિપ જેવા 8 વિશિષ્ટ કેટેગરીમાં મહિલા સાહસિકોને સન્માનિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ એવા જ કેટેગરી છે જેને આ ભીષણ રોગચાળા – કોરોના દરમિયાન સૌથી મોટું મુશ્કેલીઓ આથવા ફેરફારનું સામનો કર્યો હતો, તો પણ આ મહિલા સાહસિકો એ પોતાના સંકલ્પ અને જુસ્સો થી તેનો મુકાબલો કર્યો હતો.
PRCI અમદાવાદ ચેપ્ટર ના જનરલ સેક્રેટરી શ્રી સુભોજીત સેને કાર્યક્રમ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “UDAAN માત્ર એક એવોર્ડ પ્રોગ્રામ નથી. તે સ્ત્રી સાહસિકતાની અદ્ભુત ટેલેન્ટ અને મુશ્કેલીઓને ઓળખવાની મૂવમેન્ટ છે અને તે ફિનિક્સ પક્ષીની દંતકથા પર આધારિત છે. અમને યંગ અને બ્લાઇન્ડ મોટિવેશનલ સ્પીકર સુશ્રી કલગી રાવલને સન્માનિત અતિથિ તરીકે આમંત્રિત કરતાં આનંદ થાય છે અને સાથે સાથે અમે સેવા સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વ. શ્રીમતી ઈલા ભટ્ટ ને ભાવવીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીયે છીએ જેમણે વિશ્વભરમાં મહિલા સાહસિક ભાવનાનો માર્ગ મોકળો કર્યો છે. અમે 8 કેટેગરીમાં લગભગ 50 મહિલા સાહસિકોને આમંત્રિત કર્યા છે કે અમે એના જીવનમાં આગળ વધવાનો જુસ્સો અને કિસ્સાઓને સાંભળી એમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરીશું.”
PRCI અમદાવાદ ચેપ્ટરના જોઈન્ટ સેક્રેટરી ડૉ. શશીકાંત ભગતે વધુમાં જણાવ્યું હતું કે, “મહિલા સાહસિકતા દિવસ આપણ ને તે મહિલા ઉદ્દમીઓનું ભાવનાની ઉજવણી કરવાની યાદ અપાવે છે જેમણે અશક્યને જોઈને, તેમાંથી માર્ગ કાઢીને તેની પ્રતિભા ને વધુ તીવ્ર બનાવી છે. તેઓ અલ્ટીમેટ ટ્રેન્ડસેટર્સ છે તેઓ તેમના અવરોધોને છોડી દે છે અને પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી અમે તેને અભિનંદન પાઠવતા આનંદ અનુભવીએ છીએ. અમે મધરહૂડ ફાઉન્ડેશન, એક્યુમેન એડવાઇઝરી ના શ્રી ભાર્ગવ ઠક્કર, ઇએસ હેલ્થ કેર સેન્ટર, રાયો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ, પંજાબ નેશનલ બેંક જેવી કેટલીક સંસ્થાઓ અને એમના વ્યક્તિઓનો પણ આભાર માનીએ છીએ કે જેમણે આ ઇવેન્ટને સફળ બનાવવા અમારી સાથે હાથ મિલાવ્યા છે. આ કાર્યક્રમના અદ્ભુત પ્રતિસાદ જોઈને અમે ભવિષ્યમાં પણ UDAAN સિરીઝ નું આયોજન કરવાનું ચાલુ રાખીશું.”
ડો. ટ્વિકંલ પટેલ, શ્રીમતી ઇલા ગોહિલ, શ્રીમતી સ્વીટી ગોસર, ડો. ઝંખના મહેશ્વરી, શ્રીમતી રૂત્વી વ્યાસ, શ્રીમતી રૂપલ રાઠોડ, શ્રીમતી તુલી બેનર્જી, શ્રીમતી કાનલ શાહ, શ્રીમતી સંધ્યા સુતોડિયા અને શ્રીમતી રિદ્ધિ શાહ કે જેઓ UDAAN 2022ના અભિન્ન ભાગ છે તેઓ મીડિયા બ્રિફિંગમાં તેમના વિચારો શેર કરવા માટે હાજર હતા.
PRCI અમદાવાદ ચેપ્ટરને એ જાહેરાત કરતાં પણ આનંદ થાય છે કે તાજેતરમાં કોલકત્તામાં યોજાયેલા 16મા ગ્લોબલ કોમ્યુનિકેશન કોન્ક્લેવમાં PRCI જ્યુરીના સભ્યોએ શ્રેષ્ઠતાના સર્વોત્તમ ધોરણે પહોંચાડવા બદલ ગુજરાતની 2 મીડિયા એજન્સીઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં TRIM મીડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનોદ દવેને બેસ્ટ ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ અને સ્ટ્રેટેજિક મીડિયા સર્વિસીસ ને ઇનોવેટિવ પીઆર એજન્સી ઓફ ધ યર તરીકે નવાજવામાં આવ્યા હતા.