જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં વિવાદીત નિવેદન કરનારા ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવા બાબતે 3 કટ્ટરપંથીઓએ કન્હૈયાલાલ નામના દરજીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરી છે. આ હત્યાકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. એટલું જ નહીં કટ્ટરપંથીઓના ધમકી આપતા વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. દરમિયાન આ સમગ્ર ઘટનામાં મુસ્લિમ તૃષ્ટીકરણના આક્ષેપોનો સામનો કરતી કોંગ્રેસની રાજસ્થાન સરકારની બેજવાબદારી સામે આવી હોવાનું જાણવા મળે છે. કન્હૈયાલાલને કટ્ટરપંથીઓએ અગાઉ પણ ધમકી હતી. જો કે, જે તે વખતે પોલીસે કન્હૈયાલાને સુરક્ષા આપવાને બદલે બંને ધર્મના કેટલાક લોકોને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. આરોપીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવતા કટ્ટરપંથીઓને ખુલ્લોદોર મળી ગયો હતો અને ગઈકાલે બેખોફ રીતે કન્હૈયા દરજીની ધાતકી હત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટને લઈને કેટલાક લોકોએ 10મી જૂનના રોજ ધાનમંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કન્હૈયાલાલ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં ત્રણેયની ધરપકડ કરી હતી. જે બાદ તેમને જામીન મળ્યાં હતા. જામીન મુક્ત થયા બાદ ત્રણેયને ધમકીઓ મળવાની શરૂઆત થઈ હતી. જેથી કન્હૈયાલાલ સહિત ત્રણેય લોકોએ પોલીસમાં ફરિયાદ કરીને સુરક્ષાની માંગણી કરી હતી. જો કે, તેમને સુરક્ષા આપવાને બદલે બંને સમુદાયના કેટલાક લોકોને બોલાવીને તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. એટલું જ નહીં આરોપીઓને પકડવાને બદલે શાંતિ અને ભાઈચારાથી રહેવાની સલાહ પણ આપી હતી. ગહેલોત સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેતા કન્હૈયાલાલની કટ્ટરપંથીઓ ઘાતકી હત્યા કરી છે. હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. જ્યારે બીજી તરફ આ ઘટનાથી શીખ લઈને અન્ય બે વ્યક્તિઓને ગહેલોત સુરક્ષા પુરી પાડશે કે કેમ તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે.