ઉદેપુર હત્યાકાંડમાં પાકિસ્તાનનું કનેકશન ખુલ્યું, એક કટ્ટરપંથીએ પાકિસ્તાનમાં લીધી હતી તાલિમ
જયપુરઃ કન્હૈયા લાલની હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. તેમ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે એવું ન થઈ શકે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવા કોઈ કટ્ટરપંથી તત્વ સાથે જોડાયેલું ન હોય.
और ये जो खबरें आ रही हैं, जिसने हत्या की है उनके क्या प्लान थे, क्या षड्यंत्र था, किससे लिंक है, राष्ट्रीय-अंतर्राष्ट्रीय कोई ऐसी एजेंसी है क्या जिससे लिंक है, वो तमाम बातों का खुलासा होगा।
— Ashok Gehlot (@ashokgehlot51) June 29, 2022
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આ કેસમાં શું પ્લાન હતો, શું કાવતરું હતું, કોની સાથે લિંક છે, શું કોઈ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એજન્સી છે જેની સાથે લિંક છે, બધી બાબતો સામે આવશે. અમે આને ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે આ ઘટના નાની નથી અને જ્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે આવા કટ્ટરપંથી તત્વ સાથે જોડાયેલી નથી, તો આવી ઘટના બની શકતી નથી. આ અનુભવ કહે છે, એ જ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે.”
આ પહેલા સીએમ ગેહલોતે ઉદયપુર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. સીએમએ ટ્વીટ કર્યું, “પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ઘટના પ્રથમ દ્રષ્ટીએ આતંક ફેલાવવાના હેતુથી કરવામાં આવી છે. અન્ય દેશોમાં બંને આરોપીઓના સંપર્કોની માહિતી પણ સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ UAPA હેઠળ નોંધવામાં આવી છે. તેમજ હવે NIA દ્વારા વધુ તપાસ કરવામાં આવશે જેમાં રાજસ્થાન ATS સંપૂર્ણ સહયોગ કરશે.
રાજસ્થાનના ઉદેપુરમાં કન્હૈયાલાલની હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ સ્થાનિક પોલીસ ઉપર અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. દરમિયાન સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ કેસની તપાસમાં હજુ અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.