- ઉદયપુરમાં કડક પોસીલ બંગદોબસ્ત ગોઠવાયો
- જૂમ્માની નમાઝ અને રથયાત્રા સાથે જ હોવાથી વાતાવરણ ગંભીર
ઉદયપુર- છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનના ઉદયપુરમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ઉયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.આ સાથે જ આજરોજ શુક્રવારની નમાજ અને રથયાત્રા એકજ સાથે હોવાથી આ બાબતને ધ્યાનમાં રાખીને રાજસ્થાનમાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
કન્હૈયાલાલ હત્યાકાંડના વિરોધમાં શુક્રવારે અલવર, સીકર, ભરતપુર અને કોટામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે જ સમયે, ઉદયપુરમાં જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે
કોરોના બાદ 2 વર્ષ પથી રથયાત્રાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થાની સાથે અધિકારીઓને કડક માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. સુરક્ષાના સંદર્ભમાં ઉદયપુર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરૂવારે કોર્ટની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી જ્યારે હત્યામાં સામેલ બે આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઘણા વકીલો પણ સાંજે મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકઠા થયા હતા અને બંને આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત કડક ગોઠવાયો છે.ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓને 13 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે .
ન્હૈયાલાલ હત્યા કેસના ચોથા દિવસે પણ ઉદયપુરમાં તણાવનું વાતાવરણ છે. તેથી શુક્રવારની નમાજ અને ઉદેપુર રથયાત્રા માટે સાંજે 5 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.