Site icon Revoi.in

કાશ્મીરના ઉધમપુરમાં દેખાયા શકમંદ, હાઈએલર્ટ પર સુરક્ષાદળ

Social Share

જમ્મુ-કાશ્મીર પોલીસે કેટલાક શકમંદ વ્યક્તિઓને જોયા બાદ એલર્ટ જાહેર કર્યું છે. ઉધમપુર રિયાસીના ડીઆઈજી સુજીત સિંહે કહ્યુ છે કે કુડ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકોને જોવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે.

તેમણે કહ્યુ છે કે અમે શંકાસ્પદોની તલાશ કરી રહ્યા છીએ. સુરક્ષાદળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો શંકાસ્પદોને ઝડપી લેવામાં આવશે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સુજીત સિંહે કહ્યુ છે કે અમને સમાચાર મળ્યા છે કે કુદ વિસ્તારમાં કેટલાક શકમંદો દેખાયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો શકમંદ મળી જાય છે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે કાશ્મીર ખીણ પાકિસ્તાની આતંકવાદી સતત અશાંતિ ફેલાવવાની ફિરાકમાં છે. 4 દિવસો પહેલા જ સેનાએ જમ્મુ-કાશ્મીરમાં અથડામણ દરમિયાન 6 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા.તેમાના ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની હતા. સેનાને ઉત્તર કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી. તેના પછી સેનાએ તેમને ઘેરી લીધા અને ત્રણેય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

બીજી ઘટના જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના થોર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓના ઠાર થવાની બની હતી. આતંકી એક મકાનમાં ઘૂસી ગયા હતા અને અહીં રહેલા લોકોને બંધક બનાવી લીધા હતા. બાદમાં બંધકોને છોડાવવામાં આવ્યા હતા. પરંતુ તે વખતે ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.