Site icon Revoi.in

યુગાન્ડા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી વર્લ્ડ કપની ટિકિટ

Social Share

દિલ્હી –  લગભગ 6 મહિના પહેલા જ ઝિમ્બાબ્વેની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થવાની નજીક હતી પરંતુ છેલ્લી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ જતાં આ તક તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ વખતે ટી20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં તેની પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ ક્વોલિફાયરમાં સૌથી મજબૂત ટીમ હોવા છતાં તે નિષ્ફળ રહી.

યુગાન્ડાએ T20 વર્લ્ડ કપ 2024ની ટિકિટ બુક કરીને ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા આયોજિત થનારી આ મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાય થનારી યુગાન્ડા 20મી ટીમ બની. ODI વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વેની ટીમ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં એક એવી ટીમ જોવા મળશે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે 

આ સાથે ક  પહેલીવાર ICC ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. નામ છે- યુગાન્ડા. T20 વર્લ્ડ કપ માટે ચાલી રહેલા આફ્રિકન ક્વોલિફાયરમાં, ગુરુવાર 30 નવેમ્બરના રોજ, યુગાન્ડાએ રવાંડાને 9 વિકેટથી હરાવ્યું અને આ સાથે સનસનાટીપૂર્ણ રીતે ઇતિહાસ રચ્યો અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું. યુગાન્ડાની સફળતાએ ક્રિકેટ જગતને આનંદનું કારણ આપ્યું છે ત્યારે આ વર્ષે સતત બીજી વખત ઝિમ્બાબ્વેની ટીમ ક્વોલિફિકેશનની અડચણ પાર કરવામાં નિષ્ફળ રહી