Site icon Revoi.in

યુગાન્ડામાં 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા, કેસનો આંકડો 145 પર પહોંચી

Social Share

નવી દિલ્હીઃ યુગાન્ડામાં, 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા છે, જે દેશમાં લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ચેપની કુલ સંખ્યા 145 થઇ છે. દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આ રોગના 27 નવા કેસ નોંધાયા છે, છેલ્લા અઠવાડિયામાં પૂર્વ આફ્રિકન દેશમાં મંકી પોક્સના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશના 19 અસરગ્રસ્ત જિલ્લાઓમાં હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી. યુગાન્ડામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે મંકી પોક્સના વધતા જતા કેસને કાબૂમાં લેવા માટે સરકારના પ્રયાસો સાથે જ છે.

યુગાન્ડા સહિત દુનિયાના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પરિણામે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ચિંતા વ્યકત કરી હતી. ભારતમાં મંકીપોક્સના કેસ સામે આવતા દેશનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તેમજ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યની સરકારોને સાબદા રહેવા માટે તાકીદ કરી હતી. 

(Photo-File)