Site icon Revoi.in

યુજીસી-નેટની પરીક્ષાની તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે પરીક્ષા

Social Share

નવી દિલ્હીઃ નીટ પેપર લીક મામલે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ આ મુદ્દે વિપક્ષ પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. નીટ પેપર લીકના વિવાદ વચ્ચે તાજેતરમાં જ યુજીસી-નેટની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. જો કે, હવે UGC-NET 2024 ની પરીક્ષા માટે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.. UGC-NET સહિત ત્રણ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. જેમાં NCET 2024, CSIR-NET, અને UGC-NET પરીક્ષા સામેલ છે. UGC-NET પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે તો CSIR-NETની 25 થી 27 જુલાઇ વચ્ચે આયોજિત કરવામાં આવશે. 

NTA એ આ વર્ષે પરીક્ષાના ફોર્મેટમાં બદલાવ કર્યો છે.. પરીક્ષા આ વર્ષે ઓનલાઈન યોજાશે અને આ બંન્ને પરીક્ષા ભારતીય વિશ્વ વિદ્યાલય અને અનુસંધાન સંસ્થાઓમાં યોજાશે. આ અગાઉ 28 જૂને UGC-NET ની પરીક્ષાના પેપર લીકના સંકેત મળ્યા બાદ શિક્ષા મંત્રાલયે આ પરીક્ષાને રદ કરી હતી. 

દરમિયાન નીટ પેપર લીક મામલે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, મંત્રીએ જણાવ્યું હતું કે, NEET કેસમાં દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે. સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. સીબીઆઈએ NEET પેપર લીક સાથે સંબંધિત આરોપીઓની ધરપકડ પણ શરૂ કરી દીધી છે. સરકાર કોઈને પણ છોડશે નહીં. મંત્રીએ કહ્યું હતું કે, એનટીએમાં સુધારા માટે એક વિશ્વસનીય ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે, તે તમામ પરીક્ષાઓની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હું વિપક્ષને પણ વિનંતી કરું છું કે તેઓ રાજકારણમાંથી બહાર આવીને ચર્ચામાં સામેલ થાય.