Site icon Revoi.in

UGC એ અભ્યાસ માટે નવી યોજના કરી તૈયારઃ એઆઈસીટીઈ એ ઓનલાઈન શિક્ષણની આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ ઓનલાઇન વર્ગો સંબંધિત એક યોજના તૈયાર કરી છે, આ સાથે જ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનએ મોટી સંખ્યામાં જુદા જુદા કોર્ષને શિખવવા માટે ઓનલાઇન અને અંતર શિક્ષણ દ્વારા મંજૂરી આપી છે.જેમાં કમ્પ્યુટર એપ્લિકેશન, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ઓનલાઇન વર્ગો અથવા ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા કોર્સ પૂર્ણ કરવાની સુવિધા ફક્ત તે યુનિવર્સિટીઓને આપવામાં આવશે, જે ગુણવત્તાના નિર્ધારિત ધોરણને પૂર્ણ કરશે. આ સાથે જ યુજીસીએ ગુણવત્તાયુક્ત ધોરણોને આધારે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને ઓનલાઇન અને દૂરસ્થ માધ્યમોથી અભ્યાસ શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. સંસ્થાઓની ગુણવત્તા ધોરણો રાષ્ટ્રીય આકારણી અને માન્યતા કાઉન્સિલ અનેનેશનલ બોર્ડ એક્રીડેશનની રેન્કિંગ પર આધારિત છે.

આ બાબતે બીજી ખાસ વાત એ છે કે તકનીકી અભ્યાસક્રમોને પણ ઓનલાઇન અને અંતર શિક્ષણ દ્વારા ભણાવવાની મંજૂરી આપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તેમની પસંદગીના વિષયો અને અભ્યાસક્રમોનો અભ્યાસ  ઘરબેઠા સુરક્ષિત રહીને કરી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુજીસી અને એઆઇસીટીઇએ કોરોના સંકટને કારણે આ પહેલ કરી છે. તે જ સમયે, સરકાર ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા પર પણ સંપૂર્ણ ભાર મૂકી રહી છે.

સાહિન-