Site icon Revoi.in

UGC નું ટ્વિટર એકાઉન્ટ થયું હેક – દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ હેકર્સના નિશાના પર

Social Share

દિલ્હીઃ-  છેલ્લા બે દિવસથી હેકર્સ બેફામ બનતા જોવા મળ્યા છે,દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર હેકર્સની નજર છે આ સાથએ જ સતત બે દિવસથી હેકર્સ નામાંકિત સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.વિતેલા દિવસને  શનિવારે યુપી સીએમ ઓફિસનું એકાઉન્ટ હેક થયું હતું, ત્યારબાદ હવામાન વિભાગનું એકાઉન્ટ પણ હેક થયું હતું અને હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાટાર સામે આવી રહ્યા  છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી)નું ટ્વિટર એકાઉન્ટ  આજરોજ રવિવારે હેક કરવામાં આવ્યું હતું. યુજીસી હેન્ડલની ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર બદલવા ઉપરાંત હેકરે સેંકડો યુઝર્સને ટેગ કર્યા અને સેંકડો ટ્વીટ્સ પણ કર્યા છે.

શનિવારે હવામાન વિભાગનું એકાઉન્ટ  હેક કરાયું હતું

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના ટ્વિટર હેન્ડલને શનિવારે બે કલાકથી વધુ સમય સુધી હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે તેને હેક કરી તેના પર NFT ટ્રેડિંગ શરૂ કર્યું. તે એક પિન કરેલો સંદેશ દર્શાવે છે જે કેટલાક NFT ટ્રેડિંગ સાથે સંકળાયેલો હતો. શરૂઆતમાં તેનું પ્રોફાઈલ પિક્ચર બદલાયું હતું, પરંતુ પછી તે ખાલી દેખાતું હતું. તેને પરત મેળવવામાં હવામાન વિભાગને બે કલાક જેટલો સમય લાગ્યો હતો.

 સીએમ યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર પણ હેક કરાયું હતું

આ પહેલા પણ શુક્રવારે પણ હેકર્સ દ્રારા એકાઉન્ટ હેક કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં આ પહેલા શુક્રવારે મોડી રાત્રે યુપીના સીએમ યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. તેને લગભગ 29 મિનિટ સુધી હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે ઘણી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ પછી ખાતું થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું