ઉજ્જૈન : ત્રણ દિવસમાં 11.35 લાખ ભક્તોએ મહાકાલના ચરણોમાં શીશ ઝુકાવ્યું
ઉજ્જૈનઃ વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયામાં દેશભર માંથી આવેલા ભક્તોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. મંદિર સંચાલકો અનુસાર શુક્રવાર થી રવિવાર સુધી ત્રણ દિવસમાં 11.35 લાખ ભક્તો મહાકાલેશ્વર પહોંચ્યાં હતા. મંદિરના સંચાલક સંદીપ સોની અનુસાર શુક્રવારે 2.75 લાખ, શનિવારે 3.50 લાખ અને રવિવારે 5.10 લાખ ભક્તો મહાકાલેશ્વરના દર્શનનો લાભ લીધો હતા. આ આંકડા હેડ કાઉન્ટ મશીન અનુસાર ભસ્મઆરતી થી લઈને શયન આરતી સુધીના છે. વર્ષના છેલ્લા અને નવાવર્ષના શરુના દિવસોમાં આવવા વાળા ભક્તોની સુવીધા માટે મંદિર સંચાલકે તૈયારી કરી છે. સંચાલકનું કહેવું છે કે વર્ષના શરૂના દિવસોમાં 10 લાખથી વધારે ભક્તો આવવાની સંભાવના છે. જેથી ભક્તોની સુવિધા ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે.
વર્ષ 2023ના છેલ્લા દિવસોમાં નવા વર્ષની શરૂઆતમાં આવવા વાળા ભક્તોને ચાલુ ભસ્મઆરતીનો લાભ મળી રહ્યો છે, એના માટે કાર્તિકેય મંડપને ખાલી રાખવામાં આવી રહ્યો છે હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. રવિવારથી બે કલાક સુધી અનુભવ માટે પહેલી વાર સુરંગ દ્વારા ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય લાઈનમાં લાગેલા ભક્તોને 40 મિનિટમાં દર્શન કરાવવાનો દાવો મંદિરના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. શ્રી મહાકાલેશ્વર ભગવાનની સાંજની આરતી પછી નવી બનાવેલ સુરંગને ભક્તોને સરળ દર્શન વ્યવસ્થા માટે શરૂ કરી છે.
શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપનના અધ્યક્ષ અને કલેક્ટર કુમાર પુરુષોત્તમ અને સંચાલક સંદિપ સોની ની યોજના અનુરૂપ બધી વ્યવસ્થાઓં, પોલિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ વિભાગ, જાહેર બાંધકામ, કાર્યક્ષમ વાહનવ્યવહાર વ્યવસ્થા વગેરેના સંકલનથી દર્શન વ્યવસ્થા કોઈપણ અડચણ વગર સુચારુ રીતે ચાલી રહી છે.