દિલ્હી:બ્રિટનના ગૃહ સચિવ પ્રીતિ પટેલે સોમવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.તેણીએ જણાવ્યું હતું કે,લિઝ ટ્રસે દેશના વડા પ્રધાન તરીકે ઔપચારિક રીતે કાર્યભાર સંભાળ્યા પછી તે રાજીનામું આપશે.નવા બ્રિટિશ પીએમ તરીકે ટ્રસના નામની જાહેરાત થયાના કલાકો બાદ જ પટેલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.ત્યારે ટ્રસ મંગળવારે પદભાર સંભાળશે.
પ્રીતિ પટેલે વર્તમાન વડાપ્રધાન બોરિસ જોનસનને લખેલા તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે,હું લિઝ ટ્રસને અમારા નવા નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું અને તેમને અમારા નવા વડા પ્રધાન તરીકે મારું સમર્થન આપું છું. લિઝ ઔપચારિક રીતે હોદ્દો સંભાળે અને નવા ગૃહ સચિવની નિમણૂક થયા પછી, હું બેકબેન્ચમાંથી દેશ અને વિથમ મતવિસ્તારમાં મારી જાહેર સેવા શરૂ રાખવા માંગુ છું.
બ્રિટિશ વિદેશમંત્રી લિઝ ટ્રસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટેની સ્પર્ધામાં ભારતીય મૂળના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકને હરાવ્યા હતા અને હવે તેઓ વડાપ્રધાન તરીકે બોરિસ જોનસનનું સ્થાન લેશે.પક્ષના સભ્યો તરફ પડેલા 1,70,000 ઓનલાઈન અને પોસ્ટલ વોટમાંથી મોટા ભાગના મતો વરિષ્ઠ કેબિનેટ મંત્રી ટ્રસ સામેની હરીફાઈમાં બહુમતી મેળવે તેવી અપેક્ષા હતી. ટ્રસ બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન હશે.